Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૫
અધ્યાય: ૮ સૂત્રઃ ૧૦
સ્મય - મનમાં ને મનમાં મોટાઈનો આનંદ માનવો ૩-માયા- માયા એટલે દંભ,કપટ
पर मायाप्रणिधि-उपधि-निकृति-आवरण-वञ्चना-दम्भ-कूट-अतिसंधान-अनार्जव इति अनर्थान्तरम्।
માયા - કપટ,પ્રપંચ, છૂપી ચાલ નિકૃતિ-બીજાને ઠગવાની યુકિત પ્રસિધિઃ- વ્રતાદિકમાં ભાવ ન ટકવા છતાં બહારથી બતાવવું ઉપધિઃ- બહારનો ફટાટોપ દેખાવ ધારણ કરવો આચરણઃ- વરુઆદિની માફક છૂપાઈને તરાપ મારવી-પ્રપંચ કરવો, વંચના-ઠગાઈ
દંભ-ફૂડ કરવું અતિસંધાનઃ-પેટમાં પેસીને પગ પહોળા કરવા,મોટો ધોખો દેવો અનાર્જવતા-સરળતાનો અભાવ, વિપરિત વર્તન આદિ ૪- લોભ-લોભ એટલે અસંતોષ આસકિત
लोभा-रागो-गाध्य॑म्-इच्छा-मूर्छा-स्नेहः कांक्षा-अभिष्व इति अनर्थान्तरम् । લોભ-લલચાવું, ઇચ્છવું રાગ-ખુશી થવું, રાજી થવું ગાÁ:- મળેલી વસ્તુ સાચવવા ખૂબ મથામણ કરવી ઇચ્છા-ત્રણેલોકની વસ્તુઓ મળી જાયતો પણ સારું એવું ઇચ્છવું મૂર્છા- ઘણી આસકતિ,મમતા સ્નેહ-પુત્રાદિ ઉપર ગાઢ પ્રેમ કાંક્ષા:- ભવિષ્યમાં મેળવવાની ઈચ્છા, અભિન્કંગઃ- આસકિત
પ્રશમરતિ પ્રકરણમાં જણાવ્યા મુજબ આ ચારે કષાયો રાગ-દ્વેષ સ્વરૂપ છે. તેમાં ક્રોધ અને માન બંને દ્વેષ રૂપ છે. જયારે માયા અને લોભબંને રાગ રૂપ છે. તથા રાગ-દ્વેષ મોહસ્વરૂપ છે. એટલે મોહનો સામાન્ય અર્થ રાગ-દ્વેષ અથવા ક્રોધાદિ કષાયો છે.
* કષાયથી થતો ગુણનો ઘાતઃ- [ભાષ્યાનુસાર) ૧- અનંતાનુબંધાદિ ક્રોધાદિકષાયઃ-અનંતાનુબંધિ કષાયથી સમ્યગ્દર્શનનો ઉપઘાત થાય છે. –તે ચારમાંના કોઈપણ ના ઉદયે સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું નથી.
પહેલા સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું હોય અને પછી અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય તો ઉત્પન્ન થયેલું સમ્યગદર્શન પણ નાશ પામે છે.
૨- અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય - –અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય નો ઉદય હોય ત્યારે એક દેશ કે સર્વથા વિરતિ થતી નથી. ૩- પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયઃ
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયનો ઉદય હોય ત્યારે વિરતાવિરત અર્થાત્ દેશ વિરતિ પ્રાપ્ત થાય છે પણ સર્વ વિરતિ અર્થાત મહાવ્રત નો લાભ પ્રાપ્ત થતો નથી
૪- સંજવલન ક્રોધાદિ કષાય:સંજવલન ક્રોધાદિ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ પ્રાપ્ત થતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org