Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેનામાં એક સ્થાનક રસ છે એવા કર્મ દલિકો બે,ત્રણ અને ચતુઃસ્થાનક રસવાળા દલીકોની અપેક્ષાએ શુધ્ધ હોવાના કારણે,તત્વરુચિ રૂપ સમ્યક્ત્વમાં બાધા પહોંચતી નથી. પરંતુ તેના ઉદયથીઆત્મ સ્વભાવરૂપ ઔપશિમિક સમ્યક્ત્વ તથા ક્ષાયિક સમ્યક્ત્વ થઇ શકતું નથી તેમજ સૂક્ષ્મ પદાર્થોની વિચારણામાં શંકા થયા કરે છે. જેના કારણે સમ્યક્ત્વમાં મલિનતા આવી જાય છે.
પર
જેનો ઉદય તાત્ત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપશમિક કે ક્ષાયિક ભાવવાળી તત્વરુચિનો પ્રતિબંધ કરે તે સમ્યક્ત્વ મોહનીય નામે દર્શનમોહનીય કર્મનો એક ભેદ છે. ૨- મિથ્યાત્વમોહનીયઃ
જેનાથી જીવાદિ તત્વો વિશે યર્થાથ શ્રધ્ધા ન થાય તેને મિથ્યાત્વ મોહનીય કહે છે. સર્વથા અશુધ્ધ દલિકો વાળું મિથ્યાત્વ મોહનીય છે. આ કર્મના ઉદયથી જીવને તત્વના યર્થાથ સ્વરૂપની રુચિ જ થતી નથી, તેમજ સર્વજ્ઞ પ્રણીતમાર્ગ ઉપર ન ચાલતાં તેનાથી પ્રતિકુળ માર્ગ ઉપર ચાલેછે. જીવ-અજીવ આદિતત્વો ઉપર શ્રધ્ધા રહેતી નથી. અને પોતાના હિતાહિતનોવિચાર કરવામાં અસમર્થ બને છે. આ કર્મ પુદ્ગલોમાં દ્વિઃસ્થાનક,ત્રિસ્થાનક,ચતુઃસ્થાનક રસ હોય છે.
* ૩-મિશ્રમોહનીયઃ-[તવુ મયાનિ]
જેના ઉદયથી જીવ-અજીવાદિ સાત તત્વો વિશે આજ સત્ય છે એવી શ્રધ્ધા ન થાય,તથા આ અસત્ય છે એવી પણ શ્રધ્ધા ન થાય પણ મિશ્રભાવ રહે તે મિશ્ર કે તદુભય મોહનીયકર્મ. કેટલાંક કર્મદલિક શુધ્ધ હોવા અને કેટલાંક અશુધ્ધ હોવાથી આ કર્મ મિશ્ર બને છે. તેના ઉદયથી જીવને તત્વરુચિ થતી નથી કે અરુચિ પણ થતી નથી. આ કર્મ પુદગલોમાં દ્વિ સ્થાનક રસ હોય છે અને જીવની અવસ્થા ડામાડોળ જેવી હોય છે
ચારિત્રમોહનીયઃ
જે ચારિત્રમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિમાં મુંઝવે, એટલે કે હિંસાદિ પાપોથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારો લગાડે તે ચારિત્ર મોહનીય.
ૐ આત્માના અસલી સ્વરૂપની પ્રાપ્તિ અર્થાત્ સ્વ-રૂપ રમણતાને ચારિત્ર કહેવાય છે. આ પણ આત્માનો ગુણ છે. આત્મા ના ચારિત્ર ગુણનો ઘાત કરનાર કર્મ તે ચારિત્ર મોહનીય કહેવાય જે કષાય વેદનીય અથવા કષાય ચારિત્રમોહનીય
કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ કે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય મોહનીય જેના ૧૬ ભેદ અહીં કહેવાશે જન્મ મરણરૂપ સંસારનું આવવું કે પ્રાપ્ત થવું અર્થાત્ જેનાથી સંસારની વૃધ્ધિ થાય છે તે કષાય
—આ કષાયને કષાય ચારિત્ર મોહનીય કહે છે કારણ કે તે મોહનીય કર્મના ચારિત્ર મોહનીય કર્મનો પેટા ભેદ છે
-વળી સૂત્રકારે કષાય વેદનીય કહ્યું તે વેદનીય શબ્દ પણ આગમિક પરંપરાનું અનુસરણજ છે. પ્રજ્ઞાપના નામક ઉપાંગ માં સયવેગિન્ગ શબ્દજ છે. અહીં વેદનીય શબ્દનો અર્થ પૂર્વસૂત્રની માફક વેદાયતે વેદનીય એવોજ કરવાનો છે. તેને વેદનીય નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org