Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેવળ લબ્ધિ થી થતો સામાન્ય બોધ તે કેવળ દર્શન. તે જેના વડે ઢંકાય જાય તે કેવળ દર્શનાવરણ કર્મ.
સંસારનાં સંપુર્ણ દ્રવ્યમાં રહેલા સામાન્ય ધર્મના અવબોધને કેવળદર્શન કહે છે તેનું
૪૪
આવરણ કરનાર કર્મને કેવળદર્શનાવરણ કહે છે.
જીવમાત્ર નો રૂપારૂપી સકળ શેયને આત્મપ્રત્યક્ષ ભાવે જાણવાનો સ્વભાવ છે, પણ આ ગુણને લાગેલા કર્મોના આવરણને લીધે જીવની તથા પ્રકારની શકિત દબાયી ગયેલી છે તેના પરિણામ સ્વરૂપે કેવળ દર્શનાવરણ નો ઉદય રહે છે.
પ્રશ્નઃ-મતિજ્ઞાનાદિ માફક મન:પર્યવજ્ઞાનમાંસામાન્ય અને વિશેષ બોધ એવા ભેદ કમ નથી? સમાધાનઃ-મનઃપર્યાયજ્ઞાન પટુ ક્ષયોપશમથી થતું હોવાથી આ જ્ઞાન પ્રથમથીજ વિશેષ બોધ રૂપ છે તેને લીધે તેમાં મનઃપર્યાય દર્શન હોતું નથી. વળી તેના ૠજુમતિ-વિપુલમતિ એ બંને ભેદ પણ વિશેષ બોધની જ તરતમતા જણાવે છે.
-હવે દર્શનાવરણ કર્મના ભેદ રૂપે નિદ્રા પંચક ને જણાવે છે ત્યાં સૂત્રકારે સર્વત્ર વેદનીય શબ્દ જોડવાનું સૂચિત કરેલ છે
અહીં વેદનીય શબ્દથી આ વેદનીય કર્મોછે તેવું સમજવાનું નથી. આ પાંચે દર્શનાવરણ રૂપ જ છે, ફર્ક એટલો જ છે કે ચક્ષુદર્શનાવરણ વગેરે કર્યો મૂળથીજ દર્શન લબ્ધિને રોકે છેજયારે નિદ્રા વેદનીય આદિ પાંચ કર્મે ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથીપ્રાપ્ત થયેલી દર્શન લબ્ધિ ને રોકે છે. જેમ કે જીવ જયારે ઉંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિથી પ્રાપ્ત થયેલી લબ્ધિનો કોઇ ઉપયોગ થતો નથી.આ રીતેનિટ્રાવેદનીયાદિ પાંચ કર્યો પણ દર્શનાવરણ કર્મના જ ભેદો છે.
અહીંવેદનીયશબ્દ ‘‘જેવેદાય તેવેદનીય’’એવા અર્થમાં રૂઢ થયેલો છે.પણ વેદનીય કર્મ ના અર્થમાં અભિપ્રેત થયો નથી
* નીદ્રાઃ
જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નીદ્રાઆવે તે નિદ્રાવેદનીય. દર્શનાવરણ.
” સુખ પર્વક અર્થાત્ વિશેષ પ્રયત્ન વિના શીઘ્રજાગી શકાય તેવી ઉંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રા વેદનીય દર્શનાવરણ કર્મ.
સુતેલો જીવ થોડાજ અવાજ થી સૂખપૂર્વક જાગીજાય અર્થાત્ જેને જગાડવામાં મહેનત પડે નહીં તેવી ઉંઘને નિદ્રા કહે છે. આ નિદ્રા આવવાનું કારણ પણ નિદ્રા દર્શનાવરણ છે
ચપટી વગાડતાંજ સહેલાઇ થી જાગી જવાય તેવી ઉંઘ રૂપે વેદાતું ઇન્દ્રિય દર્શનનું આવરણ કરનારું કર્મ. તે ચક્ષુ અને અચક્ષુ ઇન્દ્રિયોના દર્શનગુણોનું આવરણ તે તે કર્મોએ કરવા છતા ખુલ્લા રહેલા દર્શનગુણનું આ નિદ્રાવેદનીય નામક દર્શનાવરણકર્મ વધારે આવરણ કરે છે અને વિશેષમાં ઉંઘ લાવી જીવને ઉંઘાડી દે છે તેમજ ઉંઘરૂપે તે દર્શનાવરણીય કર્મ વિશેષ રૂપે વેદાય છે.
દર્શનોપયોગ મૂકવામાં પણ જે બાધક થાય છે તેવા નિદ્રાદિ પાંચ ભેદોમાંપ્રથમનિદ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org