Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ! [7]અભિનવટીકા-જીવ ને બોધ બે પ્રકારે થાય છે (૧)સામાન્ય અને (૨) વિશેષ. તેમાં સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે.
બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીશું તો દર્શન પણ એ પ્રકારનું જ્ઞાન છે. અને તેનું આવરણ કરનારા કર્મો પણ એક રીતે જ્ઞાનાવરણ કર્મો ગણી શકાય છે પરંતુ બીજા અધ્યાયમાં જણાવ્યા મુજબ સાકાર ઉપયોગ રૂપ જ્ઞાન અનેનિરાકાર ઉપયોગ રૂપ જ્ઞાનનો ભેદ સમજવાથી જ્ઞાનના ચડતા ઉતરતા અનેક પ્રકારના વિવિધ ઉપયોગો વિશે વધારે વ્યવસ્થિત અને વિસ્તૃત સમજવાનું મળે છે. તેથી કરીને નિરકાર ઉપયોગ રૂપે જ્ઞાન કે સામાન્ય જ્ઞાનનું નામ દર્શન એવું પરિભાષીત કરવામાં આવેલું છે. અને જ્ઞાન તથા દર્શન સ્પષ્ટ અલગ ભેદો પાડવામાં આવેલ છે.
અહીંદર્શન ગુણને આવરક કર્મના નવ ભેદો દર્શનાવરણ કર્મની ઉત્તર પ્રકૃતિ રૂપે કહેવાયાછે. છતાં સૂત્રમાં આ નવ ભેદને બે હિસ્સામાં વહેચવામાં આવેલ છે. પ્રથમના ચાર સાથે આવરણ શબ્દ જોડવામાં આવેલ છે તેને દર્શનાવરણ ચતુષ્ક કહેછેપછીના પાંચ સાથેવેદનીય શબ્દજોડાયેલ છે. આવો ભેદ કરવાનો વિશિષ્ટ હેતુ આ અભિનવટીકામાં જ આગળ કહેવાશે
જ ચક્ષુર્દર્શનાવરણઃ૪ ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્ય રૂપે બોધ જેનાથી ઢંકાય તે. ૪ ચક્ષુદ્વારા થતા સામાન્ય અવલોકનને પણનથવાદે તે ચક્ષુદર્શનાવરણ નામકકર્મપ્રકૃતિ જાણવી ૪ જેના નિમિત્તથી ચક્ષુદ્વારા રૂપનું સામાન્ય] જ્ઞાન ન કરી શકાય તે ચક્ષુદર્શનાવરણ
# પ્રાણી ને ચક્ષુવડે સામાન્યથી બોધ થાય તેને ચક્ષુદ્ર્શન કહે છે, અને તે ચઉરિન્દ્રિય કે તેથી ઉપરના જીવોને જ થાય છે. આ બોધને આવરતું કર્મ તે ચક્ષુર્દર્શનાવરણ કર્મ
$ ચક્ષુ દ્વારા જે પદાર્થોના સામાન્ય ધર્મનું ગ્રહણ થાય છે તેને ચક્ષુદર્શન કહે છે. અને તે સામાન્ય ધર્મના ગ્રહણને રોકનાર કર્મને ચક્ષુદર્શનાવરણ કહેવાય છે.
૪ પૂર્વે મતિજ્ઞાનને પાંચ ઇન્દ્રિય અને મન થકી થાય છે તેમ જણાવેલ છે. તેમાંથી ફકત ચ ઇન્દ્રિય દ્વારા પદાર્થને માત્ર દેખવા રૂપ [પાંચરૂપમાંથી ગમે તે રૂપે સામાન્ય બોધ થવામાં જે અવરોધક કર્મ છે તેનેચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય જાણવો તેના ક્ષયોપશમ અનુસાર આત્મા ચક્ષુ દ્વારા જ્ઞેય પદાર્થનો સામાન્ય બોધ કરી શકે છે, અન્યથા તે શેય પદાર્થના રૂપને જાણવા અસમર્થ બને છે
* અચક્ષુર્દર્શનાવરણ:
$ આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય રૂપે બોધ તે અચક્ષુદર્શન-તેનું આવરક કર્મ.
# જે ચક્ષુને છોડીને અન્ય ઇન્દ્રિયો થી થનારા સામાન્ય અવલોકનને ન થવા દે, તે અચક્ષુર્દર્શનાવરણ કર્મ કહેવાય છે.
# અચક્ષુ શબ્દથી ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી સ્પર્શેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો તથા મન દ્વારા પોત-પોતાના વિષયનું સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અચક્ષુદર્શનાવરણ કહેવાય છે.
જ્ઞાન વિશે પ્રથમ અધ્યાયમાં જોયા મુજબ મતિજ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org