Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૫
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૮ છે. કે જે કર્મ આવરણ સહજ દૂર થઈ જાઈ શકે છે
જ નિદ્રાનિદ્રા - ૪ જેના ઉદયથી નિદ્રામાંથી જાગવું વધારે મુક્ત બને તેનિદ્રા નિદાવેદનીય દર્શનાવરણ.
# કષ્ટપૂર્વક-ઘણાંજ પ્રયત્નપૂર્વક જાગી શકાય તેવી ગાઢ ઉંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી તે આવે એને નિદ્રાનિદ્રા વેદનીય દર્શનાવરણ કહે.
# જે કર્મના ઉદયથી ગાઢ નિદ્રા આવે, જગાડવામાં ઘણું કષ્ટ પડે, મોટા અવાજો કરવાથી હચમચાવવાથી મહાપરાણે ઉડી શકે એવી ઉંઘને નિદ્રાનિદ્રા કહે છે. તે કર્મનું નામ પણ નિદ્રાનિદ્રા દર્શનાવરણ છે.
$ આ નિદાને ગાઢ નિદ્રા જાણવી તે આત્માને તેમાંથી બહાર લાવવા-અર્થાત્ તેના કર્મ આવરણને શીથીલ કરવા મહાપ્રયાસ કરવો પડે છે.
* પ્રચલાઃ૪ જે કર્મના ઉદયથી બેઠાબેઠા કે ઉભા ઉભા ઉંઘ આવે તે પ્રચલા વેદનીય દર્શનાવરણ
૪ બેઠાબેઠાઉંઘ આવે તે પ્રચલા જે કર્મના ઉદયથી પ્રચલા ઉંઘ આવેતે પ્રચલાવેદનીય દર્શનાવરણ કર્મ
૪ આ નિદાને આધીન આત્મા બેઠા બેઠા,પણ એટલે વ્યાખ્યાન શ્રવણ આદિ પ્રસંગે પણ ઉંઘતો હોવાથી શ્રવણબોધ કરી શકાતો નથી એટલે તેનો શ્રવણાદિબોધ માટેનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. તેથી આ નિદ્રા પ્રચલા વેદનીય કર્મના ઉદયથી આવે છે.
૦ પ્રચલા-પ્રચલા -
# જે કર્મના ઉદયથી ચાલતા-ચાલતા પણ નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ
ચાલતા-ચાલતા ઉંઘ આવે તે પ્રચલામચલા. જે કર્મના ઉદય થી આવી ઉંધ આવે તે પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણકર્મ
$ આ ચોથી તીવ્ર નિદ્રાના આવરણોના ઉદયવાળો આત્મા ચાલતાં-ચાલતાં પણ બળદ-ઘોડા આદિની માફક ઉંઘતો હોય તે વખતે તેની જ્ઞાનોપયોગ ની શક્તિ તથા પ્રકારે વિશેષરૂપે અવરાયેલી હોય છે. તેનું કારણ પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ કર્મ છે
સ્વાનગૃધ્ધિ - # જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે તે સ્વાનગૃધ્ધિ. એ નિદ્રામાં સહજ બળ કરતાં અનેક ગણું બળ પ્રકટે છે.
# જે નિદ્રાના ઉદયથી જીવ ઉંઘમાં એવું અસંભવ કરી શકે છે કે જે કાર્ય જાગૃત અવસ્થામાં પણ થવું સંભવિત ન હોય, અને આ જાતની ઉંધ દૂર થઈ ગયા પછી નિદ્રા અવસ્થામાં કરેલા કાર્યનું તેને સ્મરણ રહેતું નથી.
વજ ઋષભનાચ સંહનન વાળા જીવને જયારે સ્વાનગૃધ્ધિ નિદ્રાનો ઉદય થાય છે ત્યારે નિદ્રામાં તેને વાસુદેવના અર્ધાબળ જેટલું બળ આવી જાય છે. આ નિદ્રાના ઉદયવાળો જીવ મરીને નરકમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org