Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૧
અધ્યાયઃ ૮ સૂત્રઃ પ
# નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સરખો છે, નિપુણ ચિતારો જેમ અનેક રંગોથી અંગ ઉપાંગયુકત દેવ,મનુષ્ય આદિનાઅનેક રૂપો ચિતરે છે તેમ ચિતારા સરખુંનામકર્મપણ અનેક વર્ણવાળા અંગ ઉપાંગ યુકત દેવ, મનુષ્ય આદિ અનેક રૂપો બનાવે છે.
આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાનો છે. જ ગોત્રકર્મ મૂળ પ્રકૃત્તિ બન્ય-૭]
જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય તે ગોત્ર ૪ અગુરુલઘુપણાનો અભિભવ કરીને ઉચ્ચકુળ કે નીચ કુળનો વ્યવહાર કરનાર કર્માણુઓ તે ગોત્રકર્મ
૪ આત્માના અગુરુ લઘુ ગુણનું આવરણ કરવા સાથે જ આત્માને ઉચ્ચનીચ્ય તરીકે ઓળખાવવાનો જે સ્વભાવ કર્મ પુગલોના જત્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવ ગોત્ર મૂળકર્મ પ્રકૃત્તિ બંધ
૪ આત્મા તત્વતઃ શુધ્ધ-બુધ્ધ-નિરંજન-નિરાકાર હોવા છતાં સંસારી જીવનો કર્મ પ્રમાણે આ સંસારમાં જન્મ-જીવન અને મરણની પ્રાપ્તિ થતી હોય છે. આ સાથે ગોત્ર કર્મના ઉદય પ્રમાણે જીવને ઉચ્ચ યા નિચ્ચ સ્થાનમાં જન્મ પ્રાપ્ત થાય છે મહદ્ અંશે નીચ સ્થાનમાં જન્મેલાને ઉત્તમતા પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો થતા હોય છે. જયારે ઉચ્ચસ્થાનમાં જન્મ પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે અનેકવિધ અનૂકૂળતા ઓ પ્રાપ્ત થતી હોય છે.
+ गोत्रंउच्चनीचभेदलक्षणं तद् गच्छति प्राप्नोति आत्मा इति गोत्रम् ।
# ગોત્રકર્મ કુંભાર સરખું છે. જેમ કુંભાર ચોરી- કુંભ સ્થાપન માટે ઉત્તમ ઘડા બનાવે તો તે ઘડા માંગલિક તરીકે પૂજાય છે અને મદિરા આદિના ઘડધ બનાવે તો નિંદનીય થાય છે. તેમ જીવ પણ ઉચ્ચ ગોત્ર માં જન્મે તો પૂજનીક અને નીચ ગોત્રમાં જન્મે તો નિંદનીય થાય છે.આ કર્મનો સ્વભાવ જીવના અગુરુ લઘુ ગુણને રોકવાનો છે
+ અન્તરાય કર્મ મૂળ પ્રકૃત્તિ બન્ધ-૮] # જેથી લેવા-દેવા આદિમાં વિઘ્ન આવે તો અંતરાય. ૪ અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓને અંતરાયકર્મ.
૪ આત્માના દાનદિક ગુણોનું આવરણ કરવા સાથે તે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ નાંખવાનો જે સ્વભાવ કર્મ પુદ્ગલોના જથામાં ઉત્પન્ન થાય તે અંતરાય મૂળકર્મ પ્રકૃતિ બંધ જે કર્મ આત્માની વીર્ય,દાન, લાભ, ભોગ અને ઉપભોગ રૂપ શકિતઓ નો ઘાત કરે છે તેને અંતરાયકર્મ કહેવાય છે.
૪ આ કર્મનો ઉદય જીવને પોતાની છાતી અને પ્રાપ્ત શકિતઓએ પણ તેનો ઉપયોગ કરવામાં વિપ્નભૂત થતો હોવાથી આત્મા પોતાની તથારૂપ શકિત સંયોગના પ્રર્વતનનો લાભ મેળવી શકતો નથી ___ अन्तर्धीयतेऽनेनात्मनो वीर्यलाभादि अन्तरायः अन्तर्धानं वाऽऽत्मनोवीर्यादिपरिणामस्य इति अन्तरायः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org