Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - આયુષ્ક કર્મ (મૂળ પ્રકૃત્તિ બન્ધ-૪] # જેથી ભવધારણ થાય તે આયુષ.
૪ અક્ષય સ્થિતિ ગુણને રોકીને જન્મ મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ તે આયુષ્ક કર્મ.
૪ આત્માના અક્ષય સ્થિતિ ગુણનું આવરણ કરવા સાથે નવું શરીર બનાવવા તરફ જતાં તથા નવું શરીર બનવા માંડે ત્યાંથી માંડીને તે છૂટી જાય ત્યાં સુધી ટકાવી રાખવા લાંબીટૂંકી સ્થિતિઓ ઉત્પન્ન કરવાનો સ્વભાવકર્મપુદ્ગલોનાજસ્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવ આયુષ્ય મુળ કર્મ પ્રકૃત્તિ બન્ધ.
# જે કર્મના અસ્તિત્વ થી પ્રાણી જીવતો રહે છે અને ક્ષય થવાથી મરણ પામે છે આવો જીવન મરણનો વ્યવહાર જેના આધારે થાય છે તેને આયુષ્ય કર્મ કહેવાય છે.
છે આ આયુષ્ય કર્મ દરેક સંસારી જીવ આખા ભવ પ્રમાણ કાળમાં એકજ વાર બાંધે છે અને જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલોજ કાળ તે અન્ય[ફકત તે પછીના બીજા ભવ સંબંધિ જીવી શકે છે. તેથી વધુ કાળ જીવી શકતો નથી. કદાચ ઉપક્રમાદિ નિમિત્તે આયુષ્ય ઘટી જાય ખરું પણ વધે તો નહીજ.
+ एति अनेन गति अन्तराणि इति आयुः आयुरेव चायुष्कं ।
૪ આયુષ્ય કર્મનો સ્વભાવ જીવ ને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે માટે એ કર્મ બેડી સરખું છે. જેમ બેડીમાં પડેલો મનુષ્ય રાજાએ નિયત કરેલી મુદત સુધી બંદી ખાનામાંથી બહાર નીકળી શકે નહીં તેમ તે ગતિ સંબંધિ આયુષ્ય કર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી.
આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિગુણ રોકાય છે. જ નામકર્મ- [મૂળ પ્રકૃત્તિ બન્ધ-૬] છે જેથી વિશિષ્ટ ગતિ- જાતિ આદિ પ્રાપ્ત થાય તે નામ 4 અરૂપી પણાને દબાવીને મનુષ્યાદિપર્યાયોનો અનુભવ કરાવનારકર્માણુઓ તેનામકર્મ.
૪ આત્માનીઅરૂપાવસ્થાનું આવરણ કરવા સાથે આત્માને જુદા જુદા આકારો, નામો વગેરે ધારણ કરવાની ફરજ પાડવાનો જેસ્વભાવ-કે તે સ્વરૂપે નમાવવાનો છે, સ્વભાવ કર્મ પુદ્ગલ ના જથ્થમાં ઉત્પન્ન થાય તે જત્થા નો સ્વભાવ એટલે નામ-મૂળકર્મ પ્રકૃત્તિ બંધ.
# જે કર્મના ઉદયથી જીવનરકતિર્યંચ આદિનામથી સંબોધિત થાય છે અર્થાત અમુક જીવનારકી છે, અમુક જીવ તિર્યંચ છે, અમુક જીવ મનુષ્ય છે, અમુક જીવ દેવ છે આ પ્રમાણે કહેવામાં આવે છે તે નામ કર્મ છે
# આ નામ કર્મના ઉદયે જીવના નારક તિર્યંચ દેવ-મનુષ્યાદિ નામો પડે છે તે સાથે તેની અનેક વિધ વિચિત્રતા સાથે તેના બીજા પણ અનેક નામો પડે છે કે જેનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવાયું છે. તત્વતઃ તો આત્મા અરૂપી -અનામી છે તેથી તેના જેટલા પણ સંબંધે છે જેનામ પડાય છે તે નામ કર્મના ઉદયના પરિણામ જાણવા
पनामयति नाम प्रहयत्यात्मानं गत्याद्यभिमुखमिति, नम्यते वा प्रह्वीक्रियतेऽनेनेति नाम।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org