Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સૂચવાયેલા ક્રમની પ્રામાણ્યતા અનુસાર પ્રથમ અર્થાત્ પ્રકૃત્તિબંધ શબ્દ લેવાશે. જ્ઞાનાવરણ:- [મૂળ કર્મ પ્રકૃત્તિ બન્ધ-૧
જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ આવરાય તે જ્ઞાનાવરણ જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ. કર્મપ્રદેશના જે જત્થાનો મતિ આદિ પાંચ જ્ઞાનોનું આવરણ કરવાનો સ્વભાવનક્કી થઇને તે જત્થો આત્મા સાથે બંધાય છે તે જ્ઞાનાવરણ મૂળ પ્રકૃતિ બંધ
જે કર્મ આત્માના જ્ઞાનગુણ ને ઢાંકીદે તે જ્ઞાનાવરણીય કહેવાય છે
૨૮
જગતના પ્રત્યેક આત્મામાં જગતના સમસ્ત જ્ઞેય તત્વને સમસ્ત ભાવે જાણવાની જ્ઞાન શકિત રહેલી છે. તે જ્ઞાનગુણને જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે આવૃત કરે છે–ઢાંકે છે,જેથી તે આત્મા જ્ઞેયને તથા પ્રકારે જાણી શકતો નથી. જયારે આ પાંચ પ્રકારના આવૃત્ત કર્મોમાંથી જે-જે આત્માએ જે જે કર્મોનો જેટલો જેટલો ક્ષયોપશમ પ્રાપ્ત કરેલો હોય છે તે થકી તેની જ્ઞાનશકિત આવિર્ભાવ પામેલી હોવાથી તે અનુસારે તે જીવ શેયને જાણી શકે છે અને જ્ઞાનાવરણીય કર્મોના સર્વથા ક્ષય વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે સર્વજ્ઞ અને સર્વદર્શી બની શકે છે
ज्ञानम् एव बोधलक्षणो विशेषविषय: पर्याय आत्मनः तस्यआवरणम् - आच्छादनं ૐ જ્ઞાનાવરણ કર્મનો સ્વભાવ જીવના જ્ઞાનગુણ ને આવરવાનો છે અને તે જ્ઞાનાવરણ કર્મ આંખ ઉપરના પાટા સરખું છે.જેમ આંખ ઉપર પાટો બાંધ્યો હોય તો તેના પાતળા-જાડા પણાનુંસાર ઓછું વત્તુ દેખાય પણ સંપૂર્ણ દેખી શકાય નહીં, કેમ કે આ કર્મથી જીવનો અનન્ત જ્ઞાનગુણ અવરાય છે.
દર્શનાવરણઃ- [મૂળ પ્રકૃત્તિ બન્ધ-૨]
જેનાવડે દર્શન અર્થાત્ સામાન્ય બોધ અવરાય તે દર્શનાવરણ
જે કર્માણુઓ આત્માના દર્શન ગુણનો અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. કર્મ પ્રદેશના જે જત્થાનો દર્શન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થઇને તે જત્થો આત્માસાથે બંધાય છે તે દર્શનાવરણ મૂળ પ્રકૃત્તિબંધ.
જે કર્મ આત્માના દર્શન-ગુણને આચ્છાદિત કરે-ઢાંકે તેને દર્શનાવરણીય કર્મ કહેવાય.
પરમજ્ઞાની પરમાત્માઓ એ પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રકાશેલ છે કે પ્રત્યેક પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપથી અનેક સ્વરૂપી છે તે માટે તેને યર્થાથ અવિરુધ્ધ જાણવા સંબંધિ જ્ઞાન પણ સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપી એમ બન્ને ભાવ સ્વરૂપ વાળું હોય છે તેમાંથી પ્રથમનું જે સામાન્ય બોધજ્ઞાન તે પ્રત્યેક સંસારી આત્માને પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસારે થાય છે.
दर्शनपर्याय: सामान्योपलम्भलक्षणस्तस्यआवरणं आच्छादनं दर्शनावरणम् દર્શનાવરણ કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને આવરે છે. જેમ દ્વારપાળે રોકેલા મનુષ્યોને રાજા જોઇ શકતો નથી તેમ જીવરૂપ રાજા દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થ અને વિષયને દેખી શકતો નથી.
આ કર્મ વડે જીવનો અનન્ત દર્શન ગુણ અવરાય છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org