Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવે તો જ એક ભાગ જેટલો બચે તેને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે.
આ પ્રમાણે કર્મના રસ વિશે જાણવું
શેરડીનો રસ જેમ સુખ આપે છે તેમ શુભ કર્મ નું ફળ પણ સુખ આપે છે તથા જેમ લીમડાનો રસદુઃખ આપે છે તેમ અશુભ કર્મનું ફળ પણ દુઃખ આપે છે. શેરડીનો રસ જેમ વધુ બળે તેમ તેની મધુરતા અધિકાધિક થતી જાય છે અને લીમડાનો રસ જેમ વધુ બળે તેમ અધિકાધિક કડવો બનતો જાય છે. એજરીતે શુભ પ્રવૃત્તિમાં જેમ રસની તીવ્રતા વધુ તેમ તેનું અધિક શુભફળ અને અશુભપ્રકૃત્તિમાં જેમ જેમ વધુ તીવ્રરસતેમ તેમ તેનું અશુભફળ અધિક મળે. આ રસની તરતમતાને લીધે કોઇકને દુઃખનો અનુભવ અધિક થાય છે એ જ પ્રકાર નું દુઃખ બીજાને અલ્પ પણ લાગે છે.
૪ અનુભાવબંધ એટલે રસબંધ. તે જેવા જેવા સ્વરૂપે ઉદયમાં આવે છે તેવા તેવા સ્વરૂપે તે-તે કર્મ તીવ્રયા મંદ ભાવે આત્માને વેદન આપે છે આ રીતે આત્માને થનાર વેદન કે તેના ગુણનું અવરાવાપણું તેનું નિયામક તત્વ તે અનુભાવ બંધ છે.
# જે સમયે જે કર્મ બંધાય છે, તે કર્મનું ફળ જીવને અફ્લાદકારી શુભ કે દુઃખદાયી -અશુભ પ્રાપ્ત થશે? તે શુભાશુભતા પણ તેજ સમયે નિયત થાય છે. તેમજ તે કર્મ જયારે શુભાશુભ રૂપે ઉદયમાં આવે ત્યારે તીવ્ર કે મંદ કઈ રીતે ઉદયમાં આવશે? તે તીવ્રમંદતા પણ તેજ સમયે નિયત થાય છે. માટે શુભાશુભતા તીવ્રમંદતા નું જે નિયત પણે બંધ સમયે થવું તે અનુમા વન્ય અથવા રસ વન્ય કહેવાય
જેમ કોઇ લાડવો ઓછો કે વધુમધુર હોય, અથવા અલ્પકે અતિ કડવો હોય તે રીતે કર્મમાં પણ તેના રસ [-અનુભાવ મુજબ તેમાં તીવકે મંદ શુભાશુભ ફળ આપવાની તાકાત રહેલી છે.
નવતત્વ વિવેચન - મિથ્યાત્વ આદિ પાંચે કર્મબંધના કારણો થી જીવકર્મ બાંધે છે. અભવ્ય જીવરાશિ થી અનન્તગુણ અને સિધ્ધ જીવની રાશિથી અનન્ત મો ભાગ એટલા પરમાણુઓ વડે જે એક સ્કન્ધ બને છે એવાઅનન્ત કર્મસ્કન્ધો રૂપ કાર્મણ વર્ગણા પ્રતિસમયે જીવ ગ્રહણ કરવા વડે કર્મબાંધે છે. તે કર્મ સ્કન્ધના પ્રત્યેક પરમાણમાં કષાયના હેતુ વડે સર્વ જીવરાશિથી અનંતગુણ રસ વિભાગ કે રસાંશ ઉત્પન્ન થાય છે. તે કર્મનો રસ તીવ્ર-તીવ્રતરતીવ્રતમ કે મન્દ-મન્દીર-મન્દતમ ઈત્યાદિ અનેક પ્રકાર હોય છે
અહીં૮૨પાપપ્રકૃત્તિનોતીવરસ,તીવ્રવિશુધ્ધિવડેબંધાય છે. મંદરસતેથી વિપરીત રીતે બંધાય છે અર્થાત શુભ પ્રકૃત્તિનો મંદરસ સંલેશ વડે અને અશુભ પ્રકૃત્તિનો મંદરસ વિશુધ્ધિ વડે બંધાય છે.
$ શુભ અને અશુભ પ્રવૃત્તિઓના એક સ્થાનિક આદિચાર પ્રકારના રસબંધ,ચાર પ્રકારના કષાયમાંથી જે કષાય વડે બંધાય છે તે દર્શાવતું કોષ્ટક
કયા કષાય વડે? પુણ્ય પ્રકૃત્તિનો પાપપ્રકૃત્તિનો ! અનંતાનુ બન્ધિ કષાય વડે | દ્વિ સ્થાનિક રસ બંધ ચતુઃસ્થાનિક રસ બંધ અપ્રત્યાખ્યાન કષાય વડે ત્રિ સ્થાનિક રસ બંધ ! ત્રિ સ્થાનિક રસ બંધ પ્રત્યાખ્યાન કષાય વડે ચતુઃસ્થાનિક રસ બંધ દ્વિ સ્થાનિક રસ બંધ સંજવલન કષાય વડે ચતુઃસ્થાનિક રસ બંધ એક સ્થાનિક રસ બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org