Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભેદોને લીધે આ સંખ્યામાં પરિવર્તનો આવે છે. તેની ચર્ચા તે સૂત્રની ટીકામાં કહેવાશે જે-જે કર્મનો [ઉદયકાળે] જેવો જેવો વિપાક આપવાનો સ્વભાવ હોય છે તેને પ્રકૃત્તિ સ્વરૂપ બંધ જાણવો
ૐ આત્મા સાથે બંધાયેલી કાર્મણ વર્ગણા તે કર્મ, અને કાર્પણ વર્ગણા તથા આત્માનો સંબંધ તે બંધ. આવો બંધ કોઇપણ પ્રકારનો સ્વભાવ નક્કી કરવા પૂર્વક જ થાય છે માટે તેને પ્રકૃત્તિ બંધ કહ્યો છે. કર્મગ્રન્થ પ્રસિધ્ધ લાડવાનો દૃષ્ટાન્ત થી વિચારી એ તો જેલાડવામાં સુંઠ મુખ્ય હોય,તે લાડુ વાયુને હરવાના સ્વભાવ વાળો હોય છે, જીરૂ વગેરે નો બનેલ લાડુપિત્તને હરનારો કહ્યો છે અને કફ-અપહારી દ્રવ્યનો લાડવો કફને હરનારા સ્વભાવનો હોય છે. આરીતે જૂદી જૂદી પ્રકૃતિ કે સ્વભાવની પેઠે કર્મમાં પણ જ્ઞાનાવરણ-આદિ આઠ મુખ્ય પ્રકૃત્તિ છે. તે-તે અનુસાર કર્મોની જે વહેંચણી તેને પ્રકૃત્તિ બંધ કહે છે.
સ્થિતિબંધઃ
ૐ સ્વભાવ બંધાવા સાથે જ તે સ્વભાવ થી અમુક વખત સુધી ચ્યુત ન થવાની મર્યાદા પુદ્ગલોમાં નિર્મિત થાય છે, તે કાલમર્યાદા નું નિર્માણ એ સ્થિતિબંધ
કર્મવર્ગણાઓ ગ્રહણ કર્યા પછી તેનો સ્વભાવ [પ્રકૃત્તિ] નક્કી થઇ ગઇ. પરંતુ આ કર્મપ્રકૃત્તિ કેટલો વખત સુધી ટકશે? અથવા આત્મા સાથે જોડાયેલ તે-તે સ્વભાવ વાળા કર્મ પુદ્ગલો કેટલો વખત સુધી સંબંધ ટકાવી શકશે? તે‘‘વખત’’ નું માપ એ સ્થિતિ બંધ. જીવદ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલોની અમુક કાળ સુધી પોતાના સ્વભાવને છોડ્યા
વગર જીવનીસાથે રહેવાની કાળમર્યાદા ને સ્થિતિ બન્ધ કહેવાય છે.
કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માણુઓના આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ તે તે કર્માણુઓમાં એ સ્વભાવ કયા સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મામાં કેટલા કાળ સુધી અસર કરશે, તે પણ તે જ વખતે નક્કી થઇ જાય છે. કર્માણુઓમાં આત્માને અસર પહોંચડવાના કાળનો નિર્ણય તે સ્થિતિબંધ. આવી સ્થિતિના ઉત્કૃષ્ટ અને જધન્ય બે ભેદ છે.
વધારેમાં વધારે સ્થિતિ-જેનાથી વધુ સ્થિતિ ન હોયતે ઉત્કૃષ્ટ સ્થિતિ. -ઓછામાં ઓછી સ્થિતિ-જેનાથી ઓછી સ્થિતિ હોય તે જધન્ય સ્થિતિ.
જેજે કર્મજેટલો કાળસુધીતેનાવિપાક આપવાસમર્થછે, તે કાળની મર્યાદાનેસ્થિતિ બંધ જાણવો. જે કર્મ જે સમયે બંધાય છે, તે જ સમયે આ કર્મ અમુક કાળ સુધી આત્મા પ્રદેશો સાથે રહેશે એમ વખત નક્કી થઇ જાય છે.આ વખતનું નક્કી થવું તે સ્થિતિબંધ કહેવાય. જેમ કોઇ લાડવો એવો હોય કે તે એક માસ સુધી રહે પછી બગડે, કોઇ લાડવો ૧૫ દિવસ પછી પણ બગડી જાય પણ અમુક લાડવો અમુક કાળ પછી વિકાર આવતા બગડી જાય છે, નિયત મર્યાદા ની માફક કર્મોમાં પણ કોઇ કર્મ ઉત્કૃષ્ટ ૭૦ કોડા કોડી સાગરોપમ સુધી રહે છે,કોઇ કર્મ ઉત્કૃષ્ટ ૩૦ કોડા કોડી સાગરોપમ રહે છે. તે સ્થિતિ બંધ.
અનુભાવ બંધઃ
સ્વભાવનુંનિર્માણ થવાની સાથે જ તે કર્મવર્ગણાઓમાં તીવ્રતા,મંદતા આદિપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org