Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ જરૂર આ વાત સાચી છે તેમ કબૂલ કરશે. પહેલાં “અધ્યાત્મસાર” લઈએ. આ એક જ ગ્રંથના સમ્યગૂ પરિશીલનપૂર્વકના અધ્યયનથી સાધકને વીતરાગના માર્ગનું જ્ઞાન થઈ જાય છે, દૃષ્ટિ ખૂલી જાય છે, પોતાને માટે કલ્યાણકારી માર્ગ ક્યો છે-તેનું સ્પષ્ટ ભાન થઈ જાય છે. એ માર્ગમાં આવતાં વિઘ્નો કેમ દૂર કરવાં, તેના ઉપાયો પણ આપમેળે સૂઝી આવે છે અને તેને દૂર કરવાનું બળ પણ મળે છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ બહુ મોટા ગજાના સર્જક હતા. તેમની પછી આટલા બધા વિષયો ઉપર વિસ્તાર અને ઊંડાણ સાધનાર કોઈ સાધક સર્જક થયા હોય તેવું લાગતું નથી. તે પછીના ઇતિહાસને જોઇને આપણે અતિશયોક્તિના રણકાર વિના કહી શકીએ. અરે! કોઈ પણ નિષ્પક્ષ-સહૃદય વિદ્વાન પણ તેઓના અતિ ગંભીર નવ્ય ન્યાયની શૈલીના નય, નિક્ષેપા આદિના સૂક્ષ્મ વિચારોથી ઉભરાતા ગ્રંથો જોઈને, અનેક ગ્રંથોનો સમુચિત સાર-સંક્ષેપ રજૂ કરતા અથવા અનેક ગંભીર વિષયોને પી-પચાવીને નવા સ્વરૂપમાં રચાયેલા પ્રકરણો-ગ્રંથો અવગાહીને કે ગુજરાતી જેવી સરળ ભાષામાં વિપુલ સંખ્યામાં લખાયેલાં, તત્ત્વરસથી તરબોળ સ્તવનો, સઝાયો, રાસ, પદો, ગીતો વગેરેને જુવે તો તેમાં તેને કૂર્ચાલ સરસ્વતી સિદ્ધપુરુષની લેખિનીનાં દર્શન થવાનાં ! પછી તે સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, ગુજરાતી ભાષામાં, કે વ્રજભાષામાં લખાયેલા સાદા સરળ દુહાઓ, અલંકારરસમંડિત પદ્યો કે અત્યંત ગૂઢ મર્યવાહી અને ગંભીર ગ્રંથો હોય તે બધામાં અકુતો-ભય રીતે અત્રતત્ર સર્વત્ર નિર્વિઘ્ન વિહરતી એ સરસ્વતીમાં તમને નગાધિરાજ હિમાલય પર્વતની ઉત્તુંગ-ઊંચાઈનાં અને આભ-ઊંચા તરંગોથી ઊછળતા ગંભીર રસાકરની અગાધતાનાં એકી સાથે દર્શન થશે. વાચકને ક્યાંય છીછરાપણું નહીં દેખાય, લખવા ખાતર લખેલું કશુંય નહીં મળે, કચાશ ક્યાંય નજરઅંદાજ નહીં થાય, પદપૂર્તિ માટેના બિનજરૂરી ટેકા જેવાં નિરર્થક વાક્યો શોધવા વીણવા જશો તો પણ આંખે નહીં ચઢે. તેમનું સંખ્યામાં સીમિત ન કરી શકાય શુતજલીય પ્રવરી નીવા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 106