Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ભાવોને પ્રકટ કરવા નિર્યુક્તિની રચના કરી. આગળ જતાં એ નિર્યુક્તિમાં નિબદ્ધ ભાવો પણ દુર્બોધ લાગ્યા, ત્યારે ભાષ્ય-ચૂર્ણાની રચના થઈ. જ્યારે જીવોના ક્ષયોપશમમાં એવી મંદતા આવી કે એ ચૂર્ણકથિત પદાર્થોનો બોધ પણ દુર્બોધ થયો, ત્યારે એ ગ્રંથો ઉપર વિસ્તૃત ટીકાઓ લખવામાં આવી, તેમાં પરંપરાપ્રાપ્ત અર્થપ્રવાહોની યે સબહુમાન નોંધ લેવામાં આવી. આ સૂત્રો અને એ અર્થોને જાળવવા માટે પ્રાણની પરવા કર્યા વિના મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો છે. આ આગમગ્રંથોની રક્ષા એટલે માર્ગની રક્ષા. માર્ગ છે તો અનંત સુખભંડાર સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ શક્ય છે. અને આગમ છે તો માર્ગ છે. અને માર્ગ છે તો મોક્ષ છે. આ માર્ગનો અભાવ કલ્પી શકાતો નથી, હવા વિનાની વિશ્વની કલ્પના થઈ શકે ખરી? તેથી તો મહાપુરુષોએ એમ લખ્યું છે કે-હા! માહી દં તા ન ના દુઃો નિપITનો –જો આ જિનાગમ અમને ન મળ્યું હોત, તો અમારી શી દશા થાત ! આગમગ્રંથો તો શ્રી સંઘની ધોરી નસ જેવી જીવાદોરી સમાન ચીજ છે. એ આગમગ્રંથોની વૃત્તિટીકામાં પથરાયેલા ભિન્ન-ભિન્ન ભાવોને સમજાવવા માટે પ્રાચીન ઉપકારી મહાપુરુષોએ તેને સરળ ભાષામાં સ્વતંત્ર પ્રકરણોની રચના કરી અને એને બુદ્ધિગમ્ય અનેક યુક્તિપ્રયુક્તિઓથી સુગમ બનાવવા માટે એવા સુગમ ગ્રંથો પણ લખ્યા. જે ગ્રંથોનો અર્થબોધ થાય, તો આગમ કથિત ભાવોનો અવબોધ બહુ સરળતાથી થાય અને તેમાં પ્રવેશ થઈ શકે. આગમગ્રંથોના ભાવો અને તેના સૂક્ષ્મ પદાર્થોનો અર્થવિસ્તાર તો સમુદ્ર જેવો વિશાળ અને ગંભીર છે ! તેના ઊંડાણનું માપ નથી, તેના વિસ્તારની કોઈ સીમામર્યાદા નથી ! સમુદ્રના વિપુલ જલરાશિનાં બિંદુ કેટલાં! તેથીય વધારે ભાવો અને અર્થો આગમસૂત્રોમાં ગૂંથાયેલા-છુપાયેલા છે. એક શબ્દોના સંવાદી અર્થો પણ અગણિત થાય છે. ભિન્ન ભિન્ન સાત નયની અપેક્ષાએ, ચાર અનુયોગની દૃષ્ટિએ, બ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 106