Book Title: Shrut Jaldhi Praveshe Nava Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ વિષય પ્રવેશક આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે જ્ઞાનના અજવાળામાં એ તારકે સમસ્ત ચૌદ રાજલોકના અનંત દ્રવ્યો અને તેના અનંત પર્યાયોને જોયા અને જાણ્યા, તેમાં જીવને જોયા, ઘન, રૂઢ અને દૃઢ કર્મથી આવરાયેલા જીવને જોયા, અનેકવિધ દુઃખથી ઘેરાયેલા તરફડતા જીવો જોયા, સમસ્ત જગતને જોયું; અનંત સિદ્ધ ભગવંતોને જોયા, મોક્ષ જોયો, મોક્ષનો માર્ગ જોયો, પરમકરુણાથી પરમાત્માએ એ માર્ગ પ્રરૂપ્યો. અરિહંતપરમાત્માએ મોક્ષનો માર્ગ પ્રકાશીને સમસ્ત જીવરાશિ ઉપર અનંત ઉપકાર કર્યો. એ પરમાત્માએ સકલજીવ-હિતકારિણી અર્થથી દેશના આપી. તે અર્થ-પુષ્પોને બીજબુદ્ધિના સ્વામી ગણધર ભગવંતોએ પોતાના બુદ્ધિરૂપી વસ્ત્રમાં ઝીલીને સૂત્રરૂપે તેની માળા ગૂંથી અને આગમગ્રંથોની રચના થઇ. ૧ ગણધર-ભગવંતો અસાધારણ-ક્ષયોપશમના ધણી હોવાથી માત્ર ત્રિપદીમાંથી જ ચૌદપૂર્વ અને અંગસૂત્રોની રચના અન્તર્મુહૂર્તમાં કરે છે. ગણધર ભગવંતે રચેલી અનેક ગૂઢ રહસ્યાર્થથી ભરેલી તે વાણીનો અર્થાવબોધ કાળબળે ઘટતી જતી મતિના કારણે સહેલાઇથી ન થવા માંડ્યો, તેથી શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે તે આગમોના નિગૂઢ 卍Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106