Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ મારી વાત મારા શબ્દોમાં વિ.સં. ૨૦૫૬ ની સાલ ફાગણવદના એ દિવસો. પૂજ્ય ગચ્છાધિપતિશ્રી પાસે શ્રી દેવકીનંદન જૈન સંઘે મારા માટે ચાતુર્માસ નિમિત્તે માંગણી મૂકી અને.. શુભ પળે... શુભમુહૂર્તો ચાતુર્માસની જય બોલાવવામાં આવી. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના શુભ આશીર્વાદ અને સંઘની આગ્રહપૂર્ણ વિનંતી તેમજ ઉત્સાહના યોગે મંગલમૂહુર્તે, મંગલ પળે ચાતુર્માસ પ્રવેશ થયો.. સંઘનો ઉત્સાહ અમાપ હતો. કંઈક વિશિષ્ટ... કંઈક નોખુ કંઈક અનોખું કરવાની ભાવના સૌના દિલમાં રમતી હતી.. અનેકવિધ વિશિષ્ટ આયોજનો યોજાયા... જ્યારે પ્રવચન વિષે વાત આવી ત્યારે મારી બાલ્યાવસ્થામાં કંઠસ્થ કરેલ શાન્ત સુધારસગ્રન્થ દૃષ્ટિપથમાં આવ્યો. જ્યારે જ્યારે શાન્તસુધારસનો પાઠ કરું છું ત્યારે ત્યારે હૈયું વિકવર બની જતું હતું. એ જ ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચવાનો નિર્ણય કરતાં રોમરાજી વિકસ્વર બની ગઈ. અહોભાગ્ય હતા મારા કે આવો વિશિષ્ટ ગ્રન્થ વાંચવાનું મનન કરવાનું અને પરિશીલન કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું. અને વ્યાખ્યાનમાં તત્વરસિક તેમજ પ્રબુદ્ધશ્રોતાઓ મળવાથી મારો ઉત્સાહ બેવડાયો. દિન પ્રતિદિન એકએક ભાવનાના વિષયોમાં ડૂબકી લગાવતો જ રહ્યો. પં. ગંભીરવિજયજી મ.ની ટીકા જે શાન્તસુધારસ ઉપર છે તેના આધારે પ્રવચનો થયા. વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો ત્યારે કલ્પના પણ ન હતી કે હું જે વ્યાખ્યાન આપું છું તે મારે લખવું પણ પડશે. ચાતુર્માસના છેલ્લા દિવસોમાં સુશ્રાવક પ્રવિણભાઈ બાલુભાઈ કહે, સાહેબ ! શાન્તસુધારસ ગ્રન્થ પૂર્ણ કરજો, મેં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218