Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ ગ્રન્થકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામિની પાટરંપરામાં ૫૮મી પાટે હીરવિજયસૂરીશ્વરજી મ. થયા. જે મહાન ત્યાગી અને તપસ્વી પુરૂષ હતા. તેમજ મહાન પ્રભાવક હતા. અકબર જેવા ક્રૂર બાદશાહને તેમણે પ્રતિબોધ કરેલ. તેમના શિષ્ય વિજય સેનસૂરિજી થયા તેમની પાટે જંગમકલ્પવૃક્ષ સમાન વિજય દેવસૂરિ થયા તેમની પાટે વિજય સિંહસૂરિ નામના ગુરૂ આવ્યા તેમની પાટે વિજય પ્રભ નામના આચાર્ય થયા તેમના સામ્રાજ્યમાં ઉપા. વિનયવિજયજી જેવા પ્રખ્યાત વિદ્વાન પુરૂષ થઈ ગયા. તેમનો જન્મ કઈ સાલમાં થયો તે ચોક્ક્સ માહિતીના અભાવે કહી શકાય નહિ. તેમનું સ્વર્ગગમન વિ.સં. ૧૯૩૮માં રાંદેર મુકામે થયેલ તેવો ઉલ્લેખ શ્રીપાળરાસમાં મળે છે. તેમના પિતાનું નામ તેજપાલ અને માતાનું નામ રાજેશ્રી હતું અને તેઓ વણિક કૂળમાં ઉત્પન્ન થયેલા છે. તેમના ગુરૂ કીર્તિ વિજયજી ઉપાધ્યાય હતા. જે ગુર પ્રત્યે ખૂબજ સમર્પણ ભાવ વાળા હતા. અને ઉપા. યશોવિજયજીની સાથે તેઓશ્રીને ખૂબજ સારો મૈત્રી ભાવ હતો બન્નેએ સાથે મળીને કાશી જઈ સારો એવો અભ્યાસ કર્યો હતો. ઉપાધ્યાય વિનયવિજયજી પ્રકાંડ પંડિત હતા. તેમજ અહંથી રહિત હતા. તેમના જીવન વિષે ખાસ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. તેમણે કલ્પસૂત્રની “સુબોધિકા” ટીકા સં. ૧૬૯૯માં બનાવી. તેમજ સેંકડો શાસ્ત્રો, ગ્રન્થોમાંથી હકીકત તારવી, દ્રવ્ય, ક્ષેત્ર-કાલ અને ભાવની સર્વે હકીકતોનો સંગ્રહ કરી “લોકપ્રકાશ” નામનો ગ્રન્થ બનાવ્યો. તેમાં હજારો શ્લોકો નવા બનાવી અને ઠેકઠેકાણે આગમના આધારો લખ્યા જે તેમની અસાધારણ યાદ શક્તિ હોય તેમ જણાય છે. સં. ૧૦૦૮માં લોકપ્રકાશ ગ્રન્થ પૂર્ણ કર્યો. અને વ્યાકરણના નીચોડ સ્વરૂપ હેમલઘુપ્રક્રિયાની રચના કરી. તેના ઉપર હેમપ્રકાશનું વિવરણ કર્યું. ઢળતી સંધ્યાએ વૈરાગ્યરસનું પોષણ કરનાર શાન્ત સુધારસ ગ્રન્થની ઉત્તમ રચના કરી. આ ગ્રન્થ સં. ૧૦૨૩ માં બનાવ્યો. ત્યારબાદ ૧૭૨૯માં પુન્યપ્રકાશનું સ્તવન અને ૧૭૩૧માં ભગવતી સૂત્રની સજ્ઝાયની રચના કરી. છેલ્લે છેલ્લે રાંદેર સંઘના આગ્રહથી સર્વ રસના આસ્વાદન રૂપ “શ્રીપાલ રાજાનો રાસ” સં. ૧૭૩૮ માં બનાવ્યો અને આ રાસની અધૂરી રચનાએ તેઓ કાળ ધર્મ પામ્યા, સંક્ષેપમાં કહીએ તો તેઓશ્રીએ કલ્પસૂત્રની ટીકા રચી ગ્રન્થકર્તા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218