Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ પોતાનું સઘળું જ્ઞાન લોકપ્રકાશમાં રેડ્યું, આ ગ્રન્થ બનાવતાં દશ બાર વર્ષ થયા. ત્યારબાદ વ્યાકરણ પ્રક્રિયા રચી અને છેલ્લે શાન્તભાવની કલાકૃતિ કરી ધર્મચિંતવનમાં બાકીનો સમય વીતાવ્યો. જ્યારે રાંદેર સંઘે શ્રીપાળ રાસની વિજ્ઞપ્તિ કરી ત્યારે ફરી પાછા મૂકી દીધેલ હથિયાર સજાવ્યા અને ખૂબ રસથી એમાં તેઓ જોડાયા. આથી ઉપા. વિનયવિજયજીનો સમય ગાળો અંદાજે કહી શકાય કે વિ.સં. ૧૬૮૯ થી ૧૦૩૮ નો હોઈ શકે. આ સમયગાળા દરમ્યાન તેમણે અનેક ગ્રન્થોની રચના કરી છે. ઉપરોક્ત ગ્રન્થ ઉપરાંત ચોવીશી સ્તવનો, નયકણિકા, ઈન્દ્રદૂત, વીશીસ્તવન, પટ્ટાવલી સજઝાય આવી નાની મોટી અનેક રચના કરી છે. “પરિચય" હીરવિજયસૂરીશ્વરના એક શિષ્ય હતા. વાચક સોમવિજય અને બીજા વાચક કીર્તિવિજયજી. વાચક કીર્તિવિજયજી હસ્તસિદ્ધ પુરૂષ હતા. એમના પ્રભાવે મૂર્ખ શિરોમણી પણ વિદ્વાન બની જાય. જે પ્રચંડ વૈરાગી હતા. શાસ્ત્ર - સિધ્ધાન્તમાં કોઈ ન જીતી શકે તેવા હતા. તેમના શિષ્ય ગ્રન્થકાર વિનયવિજયજી હતા. “ગ્રન્થ પરિચય” તેમણે આ શાન્તસુધારસ ગ્રન્થમાં ૧૨ ભાવના અને મૈત્રાદિ ભાવના મળી ૧૬ ભાવનાનું વૈરાગ્ય વર્ણન કરેલ છે. આ ગ્રન્થ અદ્વિતીય છે. શાંતરસથી ભરેલો છે. ઉપદેશાત્મક ગ્રન્થમાં મોખરાના સ્થાને છે. શાન્તસુધારસ એટલે આત્મા સાથે ડાયરેક્ટ ડાયલીંગ જેના ગેય કાવ્યો દેશી રાગમાં ગાઈ શકાય છે. આ ગ્રન્થમાં દરેક ભાવનામાં પૂર્વ પરિચય અને પ્રશસ્તિના મળી ૧૦૬ શ્લોક છે તેમજ સોળ ભાવનાના અષ્ટકના ૧૨૮ શ્લોક મળી કુલ ૨૩૪ શ્લોક પ્રમાણ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં શુભભાવનાઓનો રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. શાન્તરસને મેળવવા માટે શાન્તસુધારસનું સતત મનન કરવું પડે. તેમજ આ ગ્રન્થના રચયિતા ઉપાધ્યાય વિનયવિજયજી ઉપર પણ પૂર્ણ બહુમાન ભાવ રાખીને ગ્રન્થનું અધ્યયન કરવાથી અધ્યયનમાં એકાગ્ર બનાય છે. આવા અપ્રતિમબુદ્ધિશાળી પાપભીરૂ ઉપા. વિનયવિ. મ.ના ચરણોમાં શતકોટી નમસ્કાર કરી આ ગ્રન્થની વિવેચના કરૂં છું. લી. રત્નચંદ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218