________________
૨૪ રાજકીય નાગરિકતા અને આપણી ઔદ્યોગિક નાગરિકતા અગમ્ય અથવા તે અર્થહીન જ રહે.” (પા. ૧૬૯–૧૭૦.) આ વિશ્વમાં માનવજાતિને ઠીક રીતે વર્તવાની શરતે જ નભાવી લેવામાં આવે છે. . . . આપણે માનવો તરીકે બાકીના વિશ્વ સામે ઊભો કરેલે જાતિમદ સારી વસ્તુ નથી; એ બહુ ભયંકર વસ્તુ છે. આ વાત જે આપણે લક્ષમાં નહિ રાખીએ, તે નાગરિકના હક અને ફરજો વિષેને આપણે અભ્યાસ કાંઈ જ કામનો નથી.” (પા. ૧૭૦.) *
જેસના આવા વ્યાપક સમાજ-દર્શનને કાંઈક ખ્યાલ આપવા માટે મેં સારી પેઠે લાંબું લખ્યું ગણાય. તેને ન્યાય આપવા એટલા લંબાણ વગર છૂટકે નહોતે. અને છતાં, મને લાગે છે કે, પાર વિનાની બીજી મહત્ત્વની વાતો મેં છેડી છે. જેમ કે, આજના યુદ્ધકાળમાં જરૂર પૂછવામાં આવે કે, યુદ્ધ માટે જેકસ શું કહે છે. ઉપરની ફિલસૂફી રજૂ કરી, તે સીધે યુદ્ધપ્રશ્નને વિચાર નથી કરતા. યુદ્ધ અનિષ્ટ છે,
ત્યાં છે, એ તે કેણુ નથી માનતું? પ્રશ્ન એ છે કે તેને કેમ પહોંચી વળવું? આજ લગભગ સો એમ માને છે કે, યુદ્ધને ત્યાગ એ તે આદર્શ છે; પણ યુદ્ધ આવે ત્યારે તેની જંગલી રીતે જ તે લડવું જોઈએ. અને તે દૃષ્ટિ પિતાને શાંતિવાદી કે યુદ્ધનિષેધક મનાવનારા લેકની પણ બની ગઈ છે. જેકસ કહે છે, સમાજને રચનાત્મક કાર્યક્રમ અથવા નાગરિકધર્મ યુદ્ધને અશક્ય કરે એમ થવું જોઈએ. સર્વોદયની જીવનકળા જે કુશળતાથી સમાજમાં ચાલે, તે જે તેને જીવંત પુરુષાર્થ બને, તો યુદ્ધ અટકે. તેને માટે તે વીમા-પદ્ધતિને અખતરે સૂચવે છે. તેના ગુણગુણ ચર્ચવાની અહીં જરૂર નથી. એ અહીં કહીને મારે એટલું જ બતાવવું છે કે, યુદ્ધ આવે ત્યાં સુધી સમાજ સૂતો રહે એ બરાબર નથી; તેણે જે ઉપરની અખંડ સમાજોગ-સાધના શરૂ કરી હાય, તે યુદ્ધ આપોઆપ વિલીન થઈ જાય. આ સાધનામાં સમાજને યા નાગરિકને પ્રમાદ જ યુદ્ધજનક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org