Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત ) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી ) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજિલ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલલિવિડિત ) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 558