________________
ગભારામાં આરસના ૧૧ અને ધાતુના ૨૨ પ્રતિમા છે. ગભારા પાસેની ભીંતમાંના બે ગોખલાઓમાં એક પ્રતિમા છે.
શ્રી ધર્મનાથ ભન્ના મૂળ ગભારામાં ચારે દિશામાં જ આરસની પ્રતિમાઓ છે. બાજુની બંને દિવાલમાં એકેક પ્રતિમા છે. આ ગભારે ત્રણ ગભારાને બનેલો છે.
પ્રવેશ દ્વારમાં દાદાની ત્રણ પગલાં જેડી છે તે અગાઉ મોટા થેગિયા દરવાજા બહાર રાયણવાડીમાં ખરતરગચ્છની દાદાવાડી હતી તેમાં પધરાવેલી હતી. તેમાં દાદા જિનદત્તસૂદિજી અને દાદા જિનકુશળસરિનો ચરણપાદુકાઓ હતી. કાળાંતરે તે જણું થઈ જવા આશાતનાના ભયથી સં. ૧૯૮૮માં ખરતરગચ્છના શ્રાવકોએ લાવીને અહીં પધરાવેલી છે.
થરાશેરીમાં ખરતરગચ્છના ઉપાશ્રયની પાછળ દાદાવાડીનું શિલાપણ સં. ૨૦૧૬ ના વૈશાખ સુદિ ૫ ના રોજ હાલમાં જ કરવામાં આવ્યું છે. ર૦. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર
આ મંદિર ભેયા શેરીમાં આવેલું છે. ત્રણે ગભારા અને ત્રણ ઘૂમવાળું આ મંદિર છે.
મૂળગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસવામી ભ૦ છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૬૦ અને ધાતુની ૩૩ પ્રતિમાઓ છે.
મેયરામાં ભ૦ ઋષભદેવ સહિત આરસની ૧૬ અને ધાતુની ૧૪ પ્રતિમાઓ છે. તેમજ આરસની ૧ નાની અલગ પડેલી કાઉસગિયા પ્રતિમા છે. વળી ૩ ફૂટ ઊંચી એક આરસની કાઉસગયા પ્રતિમા છે, તેના પગ નીચે એક બાજુએ ઇંદ્ર અને બીજી બાજુએ ઈદ્રાણી છે. એના પગ પાસે એક બાજુએ શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા છે, તે હાથ જોડીને બેઠેલાં છે, તેમાં નીચે મુજબ લેખ છે–
" सं० १३१८ वरसे श्रावण वदी १३ गुरौ महेश्वरग्राम वास्ताय आस्त सुतव्यः गुणपाल तस्य सुत व्यवहारी इतुहुश्रेयार्थ अजितनाथः" (લેખની વચ્ચે હાથીનું ચિહ્ન છે.)
"Aho Shrut Gyanam"
[ ર૭