________________
રાધનપુરની પ્રતિષ્ઠા રાધનપુરના શ્રાવકે વેપાર નિમિતે બહારગામ ગયા અને જે કંઈ સુકૃતોદ્વારા ભાત પાડે એવા રાધનપુરના ધાર્મિક રંગની કીર્તિ પ્રાપ્ત કરી તેની નોંધ આપણું ગૌરવને વિષય હોવાથી કેટલીક વિગતે આપીએ છીએ.
ભાવનગર નવું વસ્યું એ જ સમયમાં રાધનપુરના કેટલાક શ્રાવકે ભાવનગર જઈને વસ્યા. તે શ્રાવકામાં શેઠ કુંવરજી લાધા મુખ્ય હોય એમ એમના સુતકલાપથી જણાય છે. ભાવનગરમાં રાધનપુરના દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રાવકાનાં ૭૦-૮૦ ઘરો છે. અને ત્યાંનું એક બજાર તે રાધનપુરી બજાર'ના નામથી પ્રસિદ્ધ છે. મારવાડી વંડાની પાછળ દશા શ્રીમાળીની એક વાડી પણ છે.
શેઠ કુંવરજી લાધાએ જ ભાવનગરનું તોરણ બાંધ્યું હતું. ભાવનગરમાં સ્વામીવાત્સલ્યને આદેશ અપાય ત્યારે કુંવરજી લાધા અને તેમના વંશાના બાલુભાઈ ચાંલ્લો કરતા હતા.
શેઠ કુંવરજી લાધા ભાવનગરમાં રહેવા આવ્યા ને ત્યાંના મોટા આદીશ્વર ભગવાનના દેરાસરની સ. ૧૭૯૩ના પિષ વદ ૫ ના દિવસે તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. ભ૦ આદીશ્વરની મનહર પ્રતિમા ઘોઘામાંથી લાવવામાં આવી હતી, જે જાવડશાહના સમયની હોવાનું મનાય છે. એ જ મંદિરમાં ૧-૨ મણ વજનને ઘંટ છે, તેના ઉપર ‘સં૧૮૧૮ મારા કુટું ? શેઠ કુંવરની હાય !’ એ પ્રમાણે અક્ષર કોતરેલા છે.
એ સિવાય શેઠ કુંવરજી લાધાએ શત્રુજ્ય ઉપર દાદાની મોટી ટૂંકમાં પાંચ ગભારાવાળું ભવ્ય દેરાસર સં. ૧૭૯૮ માં બંધાવ્યું હતું. તેમાં તેમણે આઠ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી હતી. તેમાંની એક પ્રતિમાની લઘુ પવાળમચ્છના રાજસમસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.
(જુઓ, જૈન યુગ ” સં. ૧૯૮૬, વૈશાખ-જેઠ અંક, પૃ. ૩૬-૩૭)
શત્રુંજય ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભવનું ત્રણ શિખરનું મંદિર છે તેની સં. ૧૮૧૫માં શેઠ કુંવરજી લાધાએ પ્રતિષ્ઠા કરાવી હતી.
[ ૪૭
"Aho Shrut Gyanam"