________________
તરીકે માને છે, તેને કુવાલાના લેલાડામાં કુટુંબના લેકે માને છે અને વૈશાખ સુદિ ૧૧ ના રોજ સ્નાત્ર ભણાવાય છે. લગ્ન તથા જન્મનાં દેવી પાસે વધામણું અપાય છે.
શત્રુંજય મહાતીર્થ પટદર્શન સ્થાન ઘાસ દરવાજા બહાર દર વરસે કાર્તિકી પૂનમના રોજ સંધ અત્રે શેઠ મોતીલાલ મૂલજીએ કરાવેલ સ્થાને દર્શન કરવા આવે છે અને સાધુ મુનિરાજે બે-પાંચ સ્થિરતા કરે તેવી સગવડતા પણ કરી છે.
રાધનપુરમાં ખરતરગચ્છના આચાર્ય જિનલાભસૂરિજી સં. ૧૮૨૫ માં ૮૮ અઠયાસી સાધુઓની સાથે યાત્રા પ્રસંગે પધારેલા જેઓએ આત્મપ્રબોધ ગ્રંથ' બનાવ્યા હતા,
સં. ૧૮૭૦ માં થઈ ગયેલા અહીંના હુકમ મુનિને જન્મ સ્થાન રાધનપુર હતું.
"Aho Shrut Gyanam"