________________
એ જિન ભવિજન સેવીયે, વિગત થાય વિસરાલ લાલ રે; પુણ્ય ઉદય હોય જેથી, પ્રગટે મંગલમાલ લાલ રે. વીર. ૯
[ પાટનિવાસી ભોજક ગિરધરભાઈ હેમચંદના હસ્તલિખિત પ્રાચીન પુસ્તકોના સંગ્રહમાંથી ઉતારેલ. ]
[ ૨ ]. વિ. સં. ૧૮૨૭ને એક પત્ર સં. સ્વ. શાંતમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી
[ અહીં નીચે આપવામાં આવે છે તે એક પ્રાચીન અને ધર્મભાવનાથી ભરેલા, સં. ૧૮૨૭ની સાલમાં લખાયેલ પત્રની નકલ પાટણ (ગુજરાત)ના ઠે. વાગોળ પાડાના રહીશ વીશા પિરવાડ શા વાડીલાલ ઉજમચંદનાં વિધવા પત્ની બાઈ હરકેરબેન પાસેથી જિનગુણગાયક ભાઈ અમૃતલાલ મેહનલાલ અને ગિરધરલાલ હેમચંદે વેચાણ લીધેલ હ. લિ. પુસ્તકેમાંના એક પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. ૧૭૫ વર્ષ પહેલાં લખાયેલ આ પત્ર તે કાળમાં પ્રવર્તતી ધર્મભાવનાના પ્રતીકરૂપ હોવાથી ઉપયોગી સમજી અહીં નીચે આપવામાં આવે છે.]
સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય શ્રી સૂરતબિંદરે સથાને પૂજારાધે પૂજ જિનમાર્ગરૂચી, પંચાંગી પ્રમાણ, કઈ રીતે શ્રદ્ધાવંત, આતમતત્વધમ્મ કઈ રીતે સાંભલવાના રસીક, યથાર્થ ભાવના ભલા ખીય (8) તેઓ પમાયોગ્ય, પૂજ્ય, સાથી ૫. ગુલાબચંદ દુલભદાસજી ચરણાનું શ્રી રાધનપુર થકી લિખિતં વારીયા શાંતિદાસ લાધાન પ્રણામ વાંચજે. જત જહાં પુન્યોદય માફક સુખશાતા છે. તમારા સુખશાતાના સમાચાર લખવા, છમ જીવને સનમુખ મિલ્યા જેટલે હરખ ઉપજે. અપરંચ
વાડીલાલ ઉજમચંદના પિતા પાટણથી ધંધાના અંગે સુરત રહેતા હતા તેથી પાટણમાં તેમની સુરતીની અટક કહેવાતી હતી. માટે આ પત્ર તેઓ સુરત રહેતા હશે ત્યારે હાથ આવેલ હશે તેમ માનવું છે. ૨૬ ]
"Aho Shrut Gyanam"