________________
[ રૂ ૧૪ ] सं. १५५२ वर्षे माघ वदि १२ बुधे प्राग्वाटज्ञातीय श्रे० आसधर भार्या चंपाई पुत्र श्रे० मेघाकेन भा० पूतलि पुत्र भावड भ्रातृ जावड भा० हरषीप्रमुखकुटुंबयुतेन श्रेयाथ श्रीसुबिधिनाधवि कारितं प्रतिष्टितं श्रीचंद्रगच्छे श्रीवीरदेवसूरिभिः ॥ श्रीमतिपत्तनमहानगरे ॥
સં. ૧૫૫રના માહ વદિ ૧૨ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય છે. આસધર, તેમની ભાર્યા ચંપાઈ. તેમના પુત્ર શ્રેણી મેધાએ, ભાર્યા પૂતલી, પુત્ર ભાવડ, ભાઈ નવડ, તેમની ભાર્યા હરખી વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ચંદ્રગચ્છના શ્રીવીર દેવસૂરિએ શ્રી પત્તન (પાટણ) મહાનગરમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૧૫ ] संवत् १५५३ वर्षे पोष वदि १० गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० समधरा भा. लषसाई पु. सूरु भा. रजाई पु. रविजु स्वश्रेयसे श्रीसंभवनाथबिंब कारापित श्रीसाधुपुणिमापक्षे भ० श्रीविजयचंद्रसूरि तत्पट्टे श्रीउदयचंद्रसूरिभिः प्रतिष्टितं विधिना ॥ श्रीअहमदावाद वास्तव्य ।।
સં. ૧૫૫૩ના પિષ વદ ૧૦ ને ગુરુવારે અમદાવાદ (અમદાવાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલાતીય શ્રેણી સમધરા, તેમની ભાર્યા લખસાદ તેમના પુત્ર સૂર, તેમની ભાર્યા રજાઈ, તેમના પુત્ર વિજુએ પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી સાધુપૂર્ણિમાપક્ષીય ભટ્ટારક શ્રીવિજયચંદ્રસૂરિ તેમના પટ્ટધર શ્રીઉદયચંદ્રસૂરિએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૩૧૪. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
[ ૧૪૫
"Aho Shrut Gyanam"