________________
ભાવભર્યો ઉલ્લેખ કરવા લાગ્યા, અને રાધનપુરને પણ મહત્તા આપવા લાગ્યા હોય એમ તેમના ઉલેથી જણાય છે–
શ્રીજિનચંદ્રસૂરિના સમયમાં એટલે સં. ૧૬૦૦ લગભગમાં રચાયેલી “શત્રુંજય યાત્રાસંધ ચૈત્યપરિવાડી” (અપ્રગટ) માં જણાવ્યું છે કે
તીન ભવણ રાઈધનપુરઈ” આ ઉલેખથી જણાય છે કે શ્રીમદ્દ હીરવિજયસૂરિ અહીં આવ્યા તે અગાઉ ત્રણ મંદિરે હતાં.
શ્રી શાંતિકુશલ “ગાડી પાર્શ્વનાથસ્તવન' સં. ૧૬૬૭ માં રચ્યું છે, તેમાં રાધનપુરમાં ગોડી પાર્શ્વનાથના મંદિરની નધિ લીધી છે –
“વિવઈ રાધનપુરઈ વડાલી હે સાંઈ સાર”
૫૦ મહિમાએ સં. ૧૭૨૨ માં “ચૈત્યપરિપાટી' રચી છે તેમાં રાધનપુરને “મનહર શહેર' બતાવીને ત્યાંનાં મંદિરમાં બધી મળીને ૪૦૦ પ્રતિમા હેવાનું જણાવે છેરાધનપુર રેલીઓમણું રે , જિનહર કિ સુખકંદ રે૦, સાહ, પ્રતિમા તિહાં કણિ સ્મારસિ રેલે, વિદ્યા તિહાં જિનંદરે, સાવ”
શ્રી જ્ઞાનસાગરે સં. ૧૮૨૧ માં રચેલી “તીર્થમાલા'માં અહીંના બાર જિનમંદિરની નેંધ કરી છે– ‘તિહાં ઉંચા જિનમંદિર સેહે બાર સંખ્યાઈ મનમહે; જિનપૂજા મૂકી દોહે, સુખકર૦
આ ઉલ્લેખો ઉપરથી રાધનપુરની મહત્તાને અને અહીં સં. ૧૮૨૧ સુધીમાં ૧૨ મંદિર બંધાયાને ખ્યાલ આવે છે.
ગ્રંથરચના અને લેખન રાધનપુરમાં મુનિરાજે એ સ્થિર રહીને કેટલાક ગ્રંથની રચના કરી અને કેટલાક ગ્રંથો લખાવ્યા છે તેની માહિતી તે તે ગ્રંથની પ્રશસ્તિ અને પુપિકાઓમાંથી મળે છે, તેની અમે તારવણી આપીએ છીએ
૫૦ ]
"Aho Shrut Gyanam"