________________
ઉપર્યુક્ત શેઠ કુંવરજીના પુત્ર શેઠ હેમજીએ ભાવનગરમાં શ્રી અભિનંદસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૧૫ માં કરાવી હતી.
એ જ કુંવરજી શેઠનાં ધર્મપતની લાડુબાઈએ સં. ૧૮૧૫ ના વૈશાખ સુદિ ને બુધવારના રોજ ભાવનગરમાં શ્રી પાર્શ્વનાથ ભo ન દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી તેમણે જ ભાવનગરમાં શ્રી શાંતિનાથ જિનાલયમાં સં. ૧૮૬૦ ના વૈશાખ સુદિ ૫ ના રોજ મૂળનાયક ભયની પ્રતિષ્ઠા કરાવી હતી.
શત્રુંજય ગિરિ ઉપર મોદી પ્રેમચંદની ટૂંકમાં સં. ૧૮૮૫ ના મહા વદ ૮ ને રવિવારના દિવસે રાધનપુરના રહીશ મૂળજી અને માનકુંવરના પુત્ર સમજીએ ઉત્તર તરફના ભયરામાં શ્રી સુવિધિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ છે.
રાધનપુરનિવાસી શેઠ રવજી અભેચંદ સં. ૧૭૭લ્મ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ૦નું એક મોટું દેરાસર શત્રુંજય ઉપર બંધાવ્યું હતું, એ જ ગિરિ ઉપર મેંદી પ્રેમચંદની ટૂંકમાં સાત મંદિરે છે તે પૈકી સાતમું મંદિર રાધનપુર નિવાસી શેઠ લાલચંદભાઈએ બંધાવેલું છે. વળી, એ જ ગિરિ ઉપર વાઘણપોળમાં પદ્મપ્રભુનું જિનાલય છે તે રાધનપુરનિવાસી મહાલિયા કલ્યાણુજી જેવંતે બંધાવેલું છે. તેમાં આરસની ૧૦ પ્રતિમાઓ અને ધાતુની એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે.
શત્રુંજયનાં મંદિરમાંની કેટલીક પ્રતિમાઓ રાધનપુરવાસી શ્રેષ્ઠીએએ ભરાવેલી છે. સં. ૧૮૮૫ ને મહા વદ ૪ને રવિવારે શ્રી સુવિધિનાથ ભ૦ની પ્રતિમા શેઠ મૂળજી અને સમજીએ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી હતી, શેઠ મૂલજીના પુત્ર ડુંગરશીભાઈએ શ્રી શ્રી ચંદ્રપ્રભ ભ૦ની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ ટોકરશીના પુત્ર કાંતીયા હેમજીએ શ્રો મહિલ. નાથ ભ૦ની એક પ્રતિમા ભરાવી અને દેરી પણ કરાવી હતી.
શત્રુંજયના ભાઠી વીરડાના નામે ઓળખાતા માગે શેત્રુંજી નદીથી ઉપર ચડતાં શ્રી આદિનાથની પાદુકાની પાસે એક વિસામે અને કુંડ રાધનપુર નિવાસી કઈ મસાલિયા કુટુંબે બંધાવેલ છે.
૪૮ ]
"Aho Shrut Gyanam"