________________
રાધનપુરવાસી શ્રાવિકા બાઈ દલછી ડુંગરશીએ ૧દરી કરાવેલ છે. તેમાં મૂળનાયક ભ૦ મહાવીર પ્રભુ વગેરેની ૭ મૂર્તિઓ બિરાજમાન કરી છે. વિક્રમ સં. ૧૮૮૦ માં પ્રતિષ્ઠા કરાવી હતી.
તાલધ્વજગિરિ ઉપર વિસં. ૧૯૪૭માં શ્રીમાલજ્ઞાતીય મસાલીયા રાધનપુરનિવાસીએ ભ૦ અજિતનાથસ્વામી, ભ૦ અભિનંદન, ભ૦ સુપાર્શ્વનાથ, ભ૦ મહાવીરસ્વામીની મૂર્તિઓ સ્થાપન કરી તેમની પ્રતિષ્ઠા શ્રી. વિજય જિનેન્દ્રસૂરિ હસ્તક કરાવેલી છે.
મિયાગામ (કરજનોમાં શ્રી શાંતિનાથ ભ૦નું દેરાસર રાધનપુરનિવાસી શેઠ સૂરાના વંશજોએ બંધાવેલું છે. સાંતલપુનું જિનાલય પણ રાધનપુરનિવાસી શેઠ શ્રવણના વંશમાં થયેલા પદમશી શેઠના પુત્રે બંધાવ્યું છે.
ખંભાતમાં ચોકશીની પળમાં આવેલા ભ૦ મહાવીરસ્વામી જિનાલયની એક પ્રતિમા રાધનપુરના શ્રેણીએ ભરાવી, તેની પ્રતિષ્ઠા સંજ ૧૫૮૧ના મહા વદિ ૧૦ ને શુક્રવારે કરી હતી.
પાલીમાં રાધપુરવાળા શેઠ કમળશીભાઈએ શ્રી સુપાર્શ્વનાથ ભનું મંદિર બંધાવેલું છે અને રાધનપુરવાળા શેઠ ઈચછાલાલ હેમચંદને ને પાલીમાં છે તે સંધની પેઢી શેઠ નવલચંદ સુપ્રતચંદને સેપેલે છે, તે મકાનના ભાડાની આવકમાંથી કેટલાંક ધાર્મિક કાર્યો થયા કરે છે.
ભાવનગરમાં શેઠ હેમ જીવરાજ અને મહુવામાં શેઠ ફત્તેચંદ જીવરાજ અગણોત્રા (૧૯૬૯) કાળમાં રાધનપુરથી આવીને વસ્યા અને સારી પ્રતિષ્ઠા જમાવી. - રાધનપુરના માણેકચંદ જીવરાજ નિર્વશ ગયા. તેમણે પાલીતાણું અને શખેશ્વરમાં ધર્મશાળાઓ બંધાવી હતી.
આ રીતે રાધનપુરના શ્રાવકોએ કરેલાં સુકૃતેની આછી નેધ ઉપરથી ત્યાંના શ્રાવકેની ધાર્મિક શ્રદ્ધા વિશે આપણને જાણવા મળે છે.
એ પછી તીર્થમાળાકારે પણ “રાધનપુર' ના મંદિર વિશે
"Aho Shrut Gyanam"
[ ૪૯