________________
વાસ તવ હીરો આવીયે, ધ મસ્તકે સાર રે, શેખ પચવીસ ઘેડા દિયે, રૂપક દસહી હજાર રે. આપ વિચારી પતશા, લખ્યું હીરને જેહ રે; અવલ ચેલે ભાણચંદ્ર છે, ઉવજઝાયપદ દેહ રે.”
તાસ તેડુ વળી આવીયું, વિજ્યસેનની સાર રે શાહ અકબર તેડ, કીધે તામ વિહાર રે.”
એ પછી રાધનપુરમાં જાણે ભક્તિને જુવાળ આવ્યો અને શ્રી હીરવિજયસૂરિના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિને સં૦ ૧૬૬ માં ત્યાંના શ્રીસંઘે ચતુર્માસ માટે વિનંતિ કરી. એ સમયે ત્યાંને નવાબ પહાડખાન નામે હતો.
શ્રી વિજયસેનસૂરિએ જ્યારે રાધનપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના શ્રી સંઘમાં ભારે ઉલ્લાસ આવ્યો. પંચવણું રેશમી વસ્ત્રોથી અને વજા પતાકાથી આખું નગર શણગારવામાં આવ્યું હતું, ત્યાંની સમગ્ર જનતા આચાર્યશ્રીને ઉપદેશ સાંભળવા પડાપડી કરતી હતી. તેમના હાથે કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ તેમાં ખાસ કરીને વાસણ જેટા નામના શ્રાવકે તેમના હાથે કેઈક મંદિરની પ્રતિષ્ઠા કરાવી. કેટલાક શ્રાવકોએ બ્રહ્મચર્ય વગેરે વત ઉર્યા.
પછી તે શ્રી નેમિસાગરજી મહારાજે સં. ૧૬૭રમાં રાધનપુરમાં ચતુમસ કર્યું અને બાદશાહ જહાંગીરે તેમને માંડવગઢ આવવા વિનંતિ. પત્ર લખ્યો. તેઓ રાધનપુરથી જ માંડવગઢ ગયા.
એ પછી અનેક સરિ, ઉપાધ્યાયે, પંન્યાસ અને મુનિરાજોએ ત્યાં ચતુર્માસ કર્યા અને ત્યાંના સઘની ભક્તિ અને એકતાને ટકાવી રાખી. આજે પણ રાધનપુરમાં પ્રતિવર્ષ ચતુર્માસ માટે મુનિરાજે પધારે છે અને ત્યાં શ્રી સંધ ઉલ્લાસભેર તેમને ઉપદેશ ઝીલે છે. ધર્મકાર્યોમાં રાધનપુર આજે પણ મોખરે આવે છે.
"Aho Shrut Gyanam"