________________
શ્રીની સુચનાથી ઉચાળા ભરી અન્યત્ર ચાલ્યા ગયા. તેમાંથી કેટલાકે નિવાસ માટે એક સ્થળ પસંદ કર્યું તે પાછળથી રાધનપુર નામે પ્રસિદ્ધ થયું.
મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) પોતાના “જૈન પરંપરાને ઇતિહાસ’ ભ૦ ૨ ના પૃષ્ઠઃ ૨૩૯ માં રાધનપુર વસ્યાને ખુલાસે આ રીતે આપે છે
“અહીં (ભલડિયામાં) સં. ૧૩૩૩ ના ચાતુર્માસમાં સં. ૧૩૩૪ બેસતાં બે કાર્તિક મહિના હતા, ચતુર્માસ બીજી કાર્તિક પૂર્ણિમાએ પૂરું થાય; પરંતુ તપાછના આ૦ સેમપ્રત્યે (આચાર્યપદ સં. ૧૩૩૨, સ્વર્ગવાસ સં૦ ૧૩૭૩) આકાદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસે માં ભીલડિયાને વિનાશ. થવાનો છે એટલે તેમણે અપવાદને આશ્રયી પહેલો કાર્તિક પૂર્ણિમાએ માસુ પૂરું કર્યું અને ત્યાંથી તરત વિહાર કર્યો, બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા જેને ભીલડિયાથી ઉચાળે ભરી ગયા અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ
સ્થળે રાધનપુર શહેર વસ્યું.'
ઇતિહાસની દૃષ્ટિએ જોતાં શ્રી સોમપ્રભસૂરિ સં. ૧૩પર માં આવ્યા હોય એવું અનુમાન છે. કારણ કે, સં. ૧૩૫૩ ની સાલમાં અલ્લાઉદ્દીનના સૂબા અલપખાને પાટણને પાધર કર્યું તેની સાથે સાથ ભીમપલ્લીને સર્વવ્યાપી આગ લગાડી. ભીમપલ્લીની જમીનને ત્રણ-ચાર હાથ ખેદતાં તેમાંથી રાખ, કોલસા, અને બળેલી છેટેના થર વગેરે મળી આવે છે અને એ ભૂમિ ઉપર ઊભા કરેલા સંવ ૧૩૫૪, સંe ૧૩૫૫, સં. ૧૩૫૬ના પાળિયાઓથી પણ એ વાત પુરવાર થાય છે.
“રાધનપુર ' નામ માટે એમ કહેવાય છે કે, એ જ સમયમાં રાધનખાન નામે એક બલેચ હતો તેણે પિતાના નામ ઉપરથી રાધનપુર વસાવ્યું અને ભીલડિયાથી આવેલા શ્રાવકાએ તે નગરને વસાવવા માટે સારો સાથ આપે.
[ ૪૩
"Aho Shrut Gyanam"