________________
સૈકામાં રાધનપુર નામ હોવાનું જેના પુસ્તકે ઉપરથી નીકળી આવે છે.
“પ્રથમની આબાદી ફતેકેટ (ધૂળ કેટ) જે હાલના શહેરથી વાયવ્ય એક માઈલ દૂર છે તેની બાજુમાં હતી અને ફતેકેટમાં બાદશ્નાહી થાણું હતું, ઈ. સ. ૧૭૧૨ ની સાલમાં એટલે હાલના નવાબસાહેબના વડવાઓના હસ્તમાં થયું ત્યારે બાબી જવાંમદખાનજી પહેલાએ શહેરને ફરતો કિલ્લે બનાવ્યું, અને તેમના બેટા અનવરખાન ઉર્ફે સફદરખાને ફકેટને કિલ્લો તેડી વડાપાસર તળાવના કાંઠા ઉપર કિલ્લે બનાવી ત્યાં થાણું રાખવા માંડયું ત્યારથી ફતેકેટ ઊજડ થયે, થાણું અને શહેરની વચ્ચે અંતર હતું, કેમકે ગામની વસાહત પશ્ચિમ તરફ હતી અને થાણુને કિલ્લે પૂર્વ તરફ હતો. જેમ જેમ આબાદી વધતી ગઈ તેમ તેમ શહેરને કિલ્લે વધતો ગયો, અને બંને બાજુથી થાણાના કિલા સાથે મળી જઇ હાલની સ્થિતિએ પહોંચ્યું છે, થાણાને બદલે રાજગઢી કહેવાણી.
આજે પણ તે જ નામથી ઓળખાય છે.”
જે કે રધનદેવ માટે કોઈ પ્રામાણિક આધાર મળતા નથી અને રાધનપુર વસ્યાની કોઈ ચોક્કસ તારીખ પણ મળતી નથી પણ રંધનદેવ વિશે અહીં એવી એક માન્યતા છે કે, આ વઢિયાર પ્રદેશમાં આજે જે નાડોધ ખેડૂતો જુદા જુદા ગામોમાં પથરાયેલા જોવાય છે તેમાંના કેટલાક તે ચાવડા રજપૂતો છે એટલે સંભવ છે કે, આ રજપૂતોનો કોઈ પૂર્વજ રધનદેવ હોય અને તેણે પિતાના નામ ઉપરથી રાધનપુર વસાવ્યું હોય.
બીજી એક માન્યતા એવી છે કે, રાધનપુરની નજીકમાં આવેલું ભીલડિયા એક કાળે મેટું નગર હતું. ત્યાં જૈનાચાર્ય સોમપ્રભસૂરિ પધાર્યા. તેમણે નિમિત્તજ્ઞાનથી જોયું કે ભીલડિયાને. સર્વવ્યાપી આગથી નાશ થશે. એ વાત તેમણે શ્રાવકને જણાવી, ત્યાંના શ્રાવકે આચાર્ય
૪૨ ]
"Aho Shrut Gyanam"