________________
સભામંડપના એક ગોખલામાં કંકણુ પાર્શ્વનાથની મૂર્તિ છે. સામેના ગોખલામાં પણ ૧ જિનપ્રતિમા છે.
મેડા ઉપર ત્રણ ગભારા છે. તેમાં આરસની પ્રતિમાઓ ૪, ધાતુની ૧૩ તથા ધાતુની એકલમલ ૧ પ્રતિમા છે. એક પગલાં જોડી આરસનાં છે. ધાતુની મેર જેવી એક રચના છે, તે કદાચ અષ્ટાપદ હેાય. ધાતુની એક યની ચૌમુખ પ્રતિમા પણ છે.
મેડા ઉપર સભામંડપમાં જમણ–ડાબી બાજુએ એકેક ઓરડી છે, જેમાં એકેક પ્રતિમા શાસ્ત્રીય પદ્ધતિએ ઘડાયેલા પબાસન ઉપર છે.
આ મંદિર પ્રાયઃ શંખેશ્વર મહાતીર્થની રકમમાંથી બંધાવવામાં આવ્યું છેય એમ જણાય છે. શેઠ હેમરાજના પિતા અબજી શેઠના સમયમાં એટલે અઢીસેથી પિણા ત્રણ વર્ષ અગાઉ બંધાયું હોય એમ મનાય છે. મૂળનાયકની પ્રતિમાને લેખ સં૦ ૧૬૮૨ને છે. પ્રતિષ્ઠા સં૦ ૧૭૦૦ લગભગમાં થઈ હશે.
આ દેરાસરને વહીવટ પદમશી શેઠના કુટુંબના સારાભાઈ કરતા હતા. તે પછી પૂનમચંદ મોતીચંદ કરતા હતા. હાલ વિજયગચ્છની પેઢીવાળા કરે છે. રર. શ્રી ચિંતામણિ પાનાથજીનું મોટું દેરાસર
ચિંતામણિની શેરીમાં આવેલું આ મંદિર ત્રણ શિખરવાળું ભવ્ય અને વિશાળ છે. મૂળનાયકનું પરિકર આરસનું કારણભર્યું અને વિશાળ છે. તેમાં પ્રભુની નાની નાની ૩૨ પ્રતિમાઓ છે ગભારામાં મૂળનાયક સિવાય આરસની ૪૫ અને ધાતુની ૩૨ પ્રતિમા છે. ધાતુની એક એકલમલ પ્રતિમા છે.
ગભારા બહારના બે ગોખલામાં આરસની આ પ્રતિમાઓ છે. શત્રુંજય, ગિરનારના આરસના ૨ પટો છે. ૧. આ હેમરાજ શેઠ પ૦ હરગોવિંદદાસની સાતમી પેઢીના પૂર્વજ હતા.
[ ૨૯
"Aho Shrut Gyanam"