________________
સભામંડપના દરેકે દરેક થાંભલામાં આરસના દેવ-દેવીઓનાં જુદાં જુદા સ્વરૂપે વાજિત્રે અને રંગ-બેરંગી વસ્ત્રોમાં સજજ થયેલાં ગાતાં અને વાજિંત્ર વગાડતાં કરેલાં જોવાય છે.
ભમતીમાં ત્રણ મેટા ગભારા છે. દેરાસરમાં પ્રવેશ કરતાં એક મોટો ગભારે ડાબી બાજુએ છે. તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુ સાથે આરસની ૫ મૂર્તિઓ છે, તેમજ ધાતુની ૨ મૂર્તિઓ છે. આ આ ગભારાની ઉપરના શિખરમાં ચૌમુખ પ્રતિમા છે.
ભમતીમાં (મૂળ ગભારાની પાછળ) શ્રી મલ્લીનાથની પ્રતિમા શ્રી ધર્મનાથના દેરાસરમાંથી લાવવામાં આવી છે. નાના ચિંતામણી પાર્શ્વનાથ તેમજ શ્રી મલીનાથજીના ગભારા ઉપર એક જ દિવસે વજા ચડાવાય છે. આ ગભારામાં મૂળનાયક સાથે આરસની ૫ તેમજ ધાતુની ૫ પ્રતિમાઓ છે. આ ગભારે ઝોટા કકલ જૂઠમલ તરફથો બાંધવામાં આવે છે.
શ્રી મલ્લીનાથજીના ગભારાના શિખરમાં આરસની ૫ પ્રતિમાઓ છે.
-ભમતીની જમણી બાજુએ ત્રીજો ગભારો છે. તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભ૦ છે. તેમાં મૂળનાયક સાથે આરસની ૪ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. આ ગભારાનો જીર્ણોદ્ધાર શેઠ લલુભાઈ ન્યાલચંદે કરાવ્યું છે અને તેમાં તેમણે જ ભગવાનનું સ્થાપન કરાવ્યા છે.
દેરીઓનાં નાનાં શિખરે ૫૫ છે,
પ્રવેશદ્વારથી ડાબી બાજુના પહેલા ગોખલામાં શ્રી પાર્શ્વપક્ષની મૂર્તિ છે. તેની નીચે આ પ્રકારે લેખ છે–
__ “सं० १८९८ श्रावणमासे शुक्लपक्षे दशमतिथौ श्रीपार्श्वयक्षमूर्तिः श्रीराधिकापुरसमस्तसंघेन. कारापित(ता) श्रीविजयदेवेंद्रसूरिप्रतिष्ठित(ता) કતાર છે ”
ભમતીમાં આરસ લગાડેલો છે, તેમાં ૪૯ નાની દેરીઓ છે. તેમાં આરસની ૮૮ પ્રતિમાઓ છે. (મેટા ત્રણ ગભારા સિવાય) તેમજ શાસનદેવી અને અક્ષ છે તથા એક ઓરડીમાં પાણીનું ટાંકું છે. ૩૦ ]
"Aho Shrut Gyanam"