________________
બીજા કાઉસગિયા ઉપર લેખ છે પણ તે વંચાત નથી.
વિ. સં. ૧૮૪૮ ના માગશર વદ ૫ ને બુધવારના રોજ રાધનપુરનવાસી મહલિયા કુટુંબના ચાર ભાઈઓ તે જીવણ, દેવ, ગોવિંદ, હેમરાજ, એ બધાયે મળીને ચતુર્વિધ સંઘને નોતરી ઉત્સવ પૂર્વક મૂ૦ ના શ્રી મહાવીર ભ૦ ની પ્રતિષ્ઠા કરાવી હતી. એ વિશે એક સ્તવનમાં આ પ્રકારે ઉલ્લેખ મળે છે– “મસાલા મુખ્ય શોભતા, બંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ જાત સહિ ભલા, દેવે ગેવિંદ હેમરાજ લાલ રે. વી૦૪ વીર જિણુંદ પધરાવીયા, શેરી ભેયર ખાસ લાલ રે; સંધ ચતુવિધ નુત, પહેલી મનની આસ લાલ ર. વીપ દાને માને આગલા, શીતલ જાસ સભાવ લાલ રે; સાહ ગેવિંદજીએ લડ્યો, લછિ લાભ ભલે ભાવ લાલ રે. વી. ૬ વડા કીધા ભલા, આદ્ય અંત શુભ રીત લાલ રે; શાસન સોહ ચઢાવિયે, રાતી જમા રંગ રીત લાલ રે વી૭
અઢારસે અડતાલમાં, માસિર વદ બુધ પાસ લાલ રે; દિન પંચમી પધરામણીયા, વાર જિણંદ સુખ વાસ લાલ રે વી૦૮
શ્રાવણ વદિ ૧૩ ના દિવસે પ્રતિવર્ષ ધ્વજા ચડાવવામાં આવે છે. આ મંદિરમાં આરસની ૬૭ અને ધાતુની ૮૬ પ્રતિમાઓ છે. ૨. શ્રી અજિતનાથ ભ૦નું દેરાસર
આ ઘૂમટ ધી મંદિર ભેરાશેરીમાં આવેલું છે. મંદિરમાં થાંભલા પથ્થરના છે, જ્યારે આખુંયે મંદિર ઈટ-ચૂનાથી બાંધેલું છે. મંદિરમાં ત્રણ ગભારા છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ ભવે છે. તેમનું પબાસન અને ગાદી શાસ્ત્રીય પદ્ધતિ મુજબ છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૧૭ પ્રતિમાઓ છે, તેમાં બે-ત્રણ પ્રતિમાઓ પ્રાચીન છે. ધાતુની ૬૬ પ્રતિમાઓ છે.
૨૮ ]
"Aho Shrut Gyanam"