________________
આ મંદિરને જીર્ણોદ્ધાર થયા પછી ફરીને સં૧૯૯૨ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના રોજ રાધનપુરના રહીશ દુર્લભદાસ ખેડીદાસ શાહનાં ધર્મપત્ની મીઠીબાઈ તથા તેની દીકરી લીલીએ જીર્ણોદ્ધાર કરાવ્યા. આ ભમતીમાં એક ગભારે લઈ રાધનપુરના રહીશ શેઠ લલ્લુભાઈ ન્યાલચંદ તથા તેમના ધર્મપત્ની મીબાઈએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ છે.
આ મંદિરના મૂળ ગભારામાં એક પ્રતિમાની સ્વ. પં. શ્રી. હરગોવિંદદાસ ત્રિકમચંદનાં ધર્મપત્ની સુભદ્રાબાઈએ સં. ૨૦૦૮ ના જેઠ સુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી, અને રૂપિયા ૧૫૦૦૦ પંદર હજાર ખર્ચ કરી ઉઘાપન કરાવ્યું હતું.
આ દેરાસરની શતાબ્દી વિ. સં. ૧૯૯૮ના શ્રાવણ સુદિ ૧૦ ના રોજ વિજયગના શ્રી સંઘ તરફથી ઉજવવામાં આવી હતી.
આ દેરાસરને ત્રણ મોટાં નિખરે છે તે વિશે એક દસ્તાવેજી પુરા મળે છે કે, દેરાસરને ત્રણ્ શિખરે કરવાને રાજ્ય તરફથી મનાઈ હુકમ હતો. પણ રાધનપુરને શ્રી સંધ એ સમયના નવાબ જોરાવરખાનજી પાસે ગયે અને ત્રણ શિખરે કરાવવાની રજાને દસ્તાવેજ પણ કરાવી લાવ્યો. તે દસ્તાવેજ આ પ્રમાણે છે
વત્ર રાધનપુર મધ્યે શ્રી વજેગરછના વાણિયાને માલુમ થાય છે, તમે ચિંતામણિજી પારસનાથનું દેરું નવું કર્યું તે ઉપર સરકારે મહેરબાની કરીને દહેરા ઉપર શિખર ત્રણ બનાવવાની રજા આપી છે. માટે તમે તમારી ખાતર જમે રાખીને ચહેરા ઉપર શિખર ત્રણ બનાવજે. તેહના નજરાણાના રૂપિયા ૪૫૧, અંકે ચાર એકાવન લઈને શિખર ત્રણ બનાવવાની આજ્ઞા આપી છે. આ દહેરા ઉપર કેઈ બાબત હરકત થશે નહિ. એ બાબત સરકારને કોલ છે. સં. ૧૮૯૭ ના (ગુજરાતી) અષાડ વદિ ૧૩, માહે જમાદીલ આવલ સને ૧૨પ૭ હોજરી.”
[ સરકારનો સિક્કો ] ૧, પં. હરગેવિંદદાસના મામા થતા હતા,
"Aho Shrut Gyanam"
૩ર છે