________________
મૂળ ગભારામાં આરસની ૨૬ અને ધાતુની એક ચૌમુખી પ્રતિમા છે
સભામંડપમાં આરસની ૧૩ પ્રતિમાઓ છે. ગભારા સામેન દિવાલના એક ગોખલામાં અલગ પડેલા બે ઇદ્રો છે. એક શ્રાવકને મૂર્તિ હાથ જોડેલી સ્થિતિમાં ઊભી છે.
કેસર-સુખડની ઓરડી પાસે શ્રી લાવણ્યવિજય યતિના ગુર શ્રી સૌભાગ્યવિજયજી યતિનાં પગલાં છે.
આ દેરાસર ત્રણ ગભારાનું છે અને ઉપર પતરાંનું છાપરું છે મંદિરમાં ભમતી નથી.
દેરાસર સામે શેઠ ચુનીલાલ વીરચંદભાઈની ફૂલવાડી છે ને તેમ કૂવે પણ છે.
દેરાસરની બીજી વખતની પ્રતિષ્ઠા સં. ૧૯૬૬ ના કાર્તિક વદિ ? ને બુધવારે થઈ છે.
મહા સુદિ ૭ ના દિવસે પ્રતિવર્ષ વજા ચડાવવામાં આવે છે અખી દેશની પળમાં સાધુવને ઊતરવા માટે ઉપાશ્રય પણ છે. ૨૪. શ્રી નેમિનાથ ભ૦નું દેરાસર
આ મંદિર ઘેલાશેઠની શેરીમાં આવેલું છે. બાવન જિનાલયવાળું આ મંદિર ઈંટ-ચૂનાનું અને ધાબાબંધી બાંધેલું છે. મંદિરમાં ત્રણ ગભારા અને ભમતી છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભવની પ્રતિમા વિરાજમાન છે. પ્રતિમા પ્રાચીન અને મનહર છે. તે મૂળ ગભારાના મૂળનાયક સાથે આરસની ૧૮ અને ધાતુની પંચતીથી પ્રતિમાઓ ૪૧ છે.
ગભારામાં પ્રવેશ કરતાં જમણું બાજુના ગભારામાં શ્રી અજિતનાથ ભ૦ અને ડાબી બાજુના ગભારામાં શ્રી પાર્શ્વનાથ ભગ્ની પ્રતિમાઓ છે. એક ખારા પથ્થરની મૂર્તિ છે.
ભમતીમાં બાવન દરીઓ છે અને તેના ઉપર નાનાં શિખરે બનાવેલાં છે. ભમતીમાં આરસની ૭૧ તેમજ અલગ પડેલી આરસની
૩૪ ]
"Aho Shrut Gyanam"