________________
મૂ૦ ના ચિંતામણિ પાર્શ્વનાથ તથા આદીશ્વર ભ૦ ને દેરાસરમાં પ્રવેશ કરતાં આપણી ડાબી બાજુના મબારામાં, જેને લેકે પાર્શ્વનાથ કહે છે તે મૂર્તિ ખરી રીતે તે પલવિયા પાર્શ્વનાથની છે, તે મૂર્તિની તેમજ નેમીશ્વર ભગ્ના દેરાસરમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ છે તેની આ૦ શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૭૦ના મહા સુદ ૩ (મહા સુદ ૧૨ ) ના રોજ પ્રતિષ્ઠા કરાવી હશે, તે લેખ દબાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી.
દેરાસરના ઉપરના માળમાંથી બે પ્રતિમાઓ તેમજ એક પ્રતિમા કયાણ પાર્શ્વનાથના દેરાસરમાંથી એમ ત્રણ પ્રતિમાઓ સુરેદ્રનગરમાં શેઠ પાનાચંદ ઠાકરશી જેન બેડિ"ગમાં થયેલા દેરાસરમાં આપી હતી, જેની પ્રતિષ્ઠા સ્વ. પૂવ ગુરુમહારાજ શાંતમૂર્તિ જયંતવિજયજી મહારાજે વિ. સં. ૧૯૮૬ના મહા સુદ ૧૩ ના દિવસે કરાવી હતી. ૨૩. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવનું નાનું દેરાસર
આ મંદિર અખી દેશીની પોળમાં આવેલું છે. મંદિર ધાબાબંધી છે. મૂડ નાકની ધાતુની રમણીય અને ચમત્કારી પ્રતિમા પંચતીથી. યુક્ત અને પરિકરવાની છે. પરિકરની પાછળ સં. ૧૧૧ને લેખ છે. (જુઓ લેખ નં. ૩) પરિકર બહુ જ સુંદર છે. આ પ્રતિમાજી ક્યારે ક્યાંથી લાવવામાં આવ્યાં તેની માહિતી મળતી નથી.
મૂળનાયકની પ્રતિમા સં. ૧૧૦૮ માં ભરાવેલી છે. તેમની ગાદી પિત્તન . છે ને તે શાસ્ત્રીય પદ્ધતિએ ઘડાયેલી છે. તેની આજુબાજુએ એક ઇંદ્ર અલગ છે. એનાથી પરિકર પણ અલગ છે. પરિકરમાં બે કાઉસગયા અને બીજી ૨૧ પ્રતિમાઓ છે. મૂળનાયક સાથે ગણતાં વીશ ગણાય.
આ દેરાસર ભલેટા નાગજીએ બંધાવ્યું હતું. તેની પ્રતિષ્ઠા સં ૧૬૬૫ ના મહા સુદિ ૭ ના રોજ થયેલી છે. સંભવતઃ આ દેરાસરની રિતિકા શ્રી વિજયસેનસૂરિના કેઈ સાધુએ કરાવેલી હોય એમ લાગે છે.
[ ૩૩
"Aho Shrut Gyanam"