________________
ગભારાની બાજુમાં એક જાળી છે, તેમાં એક પગલાં જોડી ઉપર નીચેને લેખ છે.
" सं० १८.९ वैशाक सुदी १३ दने पादुका दीपचंद कारापीतु ॥"
ગભારામાં મૂળનાયક સાથે આરસની ૧૦ અને ધાતુની ૧૮ પ્રતિમાઓ છે અને શ્રી પાર્ધચંદ્રસૂરિનાં પગલાં જેડી ૧ છે.
સભામાંડપના બે ગેખલામાં ૬ મૂર્તિઓ છે. એક ગોખલામાં શાસનદેવીની મૂર્તિ છે. ૧૯. શ્રી ધર્મનાથ ભ૦નું દેરાસર
આ મંદિર ભાની પોળમાં આવેલું છે. શ્રી ધર્મનાથજી ભ૦નું ચૌમુખી મંદિર છે.
અગાઉ આ મંદિર લાકડાનું હતું, તેને સં. ૧૯૬૨માં પથ્થરનું કરાવ્યું છે. મૂળનાયકને ઉત્થાપન કર્યા વિના જ જદ્ધાર કરાવ્યા છે. આ મંદિરની પ્રતિષ્ઠા ખરતરગચ્છ ય શેઠ દલપતભાઈ એ કરાવી છે.
મંદિરના દ્વારમાં પ્રવેશ કરતાં ત્રણ ગેખલામાં શ્રી જિનદત્તસૂરિજીનાં પગલાં પધરાવ્યાં છે.
અંદર પ્રવેશ કરતાં જ ડાબી બાજુએ ત્રણ ગભારા છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભવ સાથે આરસની ૯ પ્રતિમા તેમજ ધાતુની ૫ પ્રતિમાઓ છે.
જમણી બાજુની દિવાલના એક ગોખલામાં શ્રી નીતિવિજય મહારાજની મૂર્તિ છે. મૃતિના એક હાથમાં મુહપત્તિ તથા બીજા હાથમાં પાના છે.
સભામંડપના એક ગોખલામાં ૩ પ્રતિમાઓ વિરાજમાન છે અને બીજા ગેખલામાં પણ ૩ પ્રતિમાઓ છે. એના સામેની દિવાલના બે ગોખલામાં એકેક પ્રતિમા છે.
૨૬ ]
"Aho Shrut Gyanam"