________________
પદાવલી સમુચ્ચય' ભા. ૧, પૃ૦ ૨૧૦ માંના ઉલ્લેખથી જણાય છે કે, એ સમયમાં આનંદવિમલસરિ રાધનપુર આવ્યા અને કે'ક મંદિરની તેમણે પ્રતિષ્ઠા કરી.
સંભવતઃ એ પ્રતિષ્ઠા આ મંદિરની જ તેમણે કરાવી હોય, એવું અનુમાન થાય છે. મૂળનાયક વગેરે પ્રતિમાઓની અંજનશલાકા પણ તેમણે જ કરાવી હશે.
રાધનપુરનાં પચી જૈન મંદિરમાં આ મંદિર સૌથી પુરાતન હેવું જોઈએ. કારણ કે, સંઘની ધાર્મિક સંસ્થાઓને વહીવટ કરતી જૈન પેઢી અસલ આ સ્થળે જ હતી. રથયાત્રાને વડ પણ આ મંદિર આગળથી નીકળતે હ. સંઘને નવકારશી વગેરેનો આદેશ પણ અહીંથી જ અપાતે હતે. સંઘને એકત્ર થવા માટેની જાજમ પર આ મંદિરની છત્રછાયામાં જ પથરાતી હતી. ૧૮. શ્રી શીતલનાથ ભવનું દેરાસર
આ મંદિર ભાની પોળમાં આવેલું છે. મંદિર એક ગભારાનું અને ઘૂમટબંધી પથ્થરનું બાંધેલું છે. અગાઉ આ મંદિર પાયચંદગચ્છના હસ્તક હતું. પણ હાલમાં શ્રી વિજયની દેખરેખ હેઠળ છે.
શ્રવણ શેઠના દી કરમશીભાઈ એ સં. ૧૫૭૨માં સાંતલપુરમાં શ્રી શાંતિનાથ ભ૦ નું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી.
આજે પણ કલ્યાણ પાર્શ્વનાથના દેરાસર પાસે ગોચનાદને ચરે છે, જે એ વંશની યાદ આપે છે. રાધનપુરમાં નવકારશી વગેરેના જમણ માટે કાંસાની ત્રણ હજાર થાળીઓ છે તે ગોચનાદના સંઘ તરફથી જ અર્પણ કવામાં આવેલી.
આ ગોચનાદ રાધનપુરથી દક્ષિણે પાચ આઈલ દુર બનાસ નદીના દક્ષિણ કિનારા ઉપર વસેલું છે.
શ્રી પ્રભેદમાણિક્યરચિત “ચૈત્યપરિપાટી” (અપ્રસિદ્ધ) માં જણાવ્યું છે કે, ગોચનાદમાં વિશાળ બે જિનમંદિર હતાં,
ગોનાદ ગામરૂ વિલિય, દુગ જિણહર સુવિશાળ.” આજે અહીં કોઈ જૈન મંદિર નથી.
"Aho Shrut Gyanam"