________________
આત્મશ્રીની પૂર્ણતા
[૧૫] ઘસિયે મળ્યું નથી. એને ઘસી ઘસીને એના ઉપરનાં આવરણને ખસેડ્યાં નથી, એટલા જ માટે ભગવાને કહ્યું કે જ્ઞાન લાવવું પડતું નથી, પણ ઉઘાડવું પડે છે. એ બહારથી કાંઇ આવતું નથી, અંદર જ છે. ઉપર ઢાંકણ છે, એ ઉઘડી જાય તે પ્રકાશ અંદર જ છે.
આનંદ પણ તમારી અંદર છે. તમે જે નિરુપાધિ અવસ્થામાં હો, તમારા ઉપર કેઈ ઉપાધિને ભાર ન હોય, તમારા ઉપર ચિંતાની સમડીઓ ચક્કર લગાવતી ન હોય અને તમે દરિયાના કિનારે બેઠા છે તે પાણીના તરંગમાંથી . પણ તમને આનંદના તરંગો દેખાય, વનની શ્રીમાં તમે
બેઠેલા હો તે એ વનશ્રી આખી આનંદથી ભરેલી લાગે, કઈ પર્વતની ટોચ ઉપર બેઠા છે તે ત્યાં પણ પરમાત્માનાં દર્શન થાય કારણકે ચિંતાની સમડીઓએ ચક્કર લગાવવાનાં બંધ કર્યા છે. પણ જ્યાં સુધી એ ચક્કર લગાવે છે ત્યાં સુધી અંદરને આનંદ પ્રાપ્ત નહિ થાય.
માણસ મંદિરમાં જાય પણ એને મગજમાં બીજુ જ કાંઈ ચાલતું હોય. તે એને ભગવાનમાં પણ કાંઈ દેખાતું નથી. કયાંથી દેખાય ? તને તારામાં દેખાતું નથી તે ભગવાનમાં ક્યાંથી દેખાય? તને તારામાં કોઈ દેખાય તે જ ભગવાનમાં દેખાય. પોતાનામાં પોતે દેખાવું જોઈએ. જો એ પિતે જ જોઈ શકતા નથી તે ભગવાનને કેવી રીતે જોઈ શકે?
કાઠિયાવાડને એક પ્રસંગ યાદ આવે છે. એક બાપુ એટલા ઉપર બેઠેલા. અફીણને કસૂંબે પીધેલ. ગુલાંટ ખાધી ને બાપુ ઓટલા પરથી પડી ગયા. બાજુમાં બેઠેલા ખુશામતિયાઓ બાપુને ઊભા કરવા ગયા. ત્યાં બાપુએ પૂછયું: “કેણ પડી