________________
પરિસંવાદ
[૨] આસપાસ હું ઈચ્છા કરું છું અને વસ્તુ હાજર થાય છે. તે હવે આવતા ભવમાં આગળ વધી શકાય એ માટે હું શુભ કરણીને, સુંદર કરણીને પ્રવાહ ચાલુ રાખું. - તમારા ઘરની ત તમારે જે બળતી રાખવી હોય, તોફાનની અંધારી રાતમાં ભયથી બચવું હોય તે એટલું તે ધ્યાન રાખવું જ કે ઉંઘી જવા કરતાં તમારા દીવામાં થોડું થોડું તેલ ભરતા રહે.
ત્રીજું પગથિયું ? આ આત્મા કેનાથી બંધાય છે?' આસંવથી. - જ્યાં સુધી જીવનરૂપી સરેવરમાં આસવને પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી એક પ્રકારનું દુઃખ બંધ થશે તે બીજા પ્રકારનું દુઃખ આવવાનું. દુઃખનું કારણ આસવ છે, પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ અને પ્રમાદ જ્યાં સુધી છે ત્યાં સુધી આસવ બંધ કેમ થાય? આ પાંચે આસવનાં મુખ્ય કારણ છે.
આ પાપથી, આસવથી મુક્ત થવા માટે સંવર છે. સંવર એટલે સારી રીતે બંધ કરવું. જે જીવ સંવર કરીને, ઉપર જણાવેલાં પાપનાં દ્વાર બંધ કરીને જીવન જીવે છે એ આત્મામાં પાપરૂપી ચેર ઘૂસી જ કેમ શકે? * સંવર માટે સમ્યકત્વ, સંયમ, દેશવિરતિ, સર્વવિરતિ, વ્રત વગેરે છે. આ વ્રત કરે છે તે કોઈને માટે નહિ પણ પિતાના આત્માને પાપમાંથી બચાવવા માટે. સંવર કરવાથી નકામાં પાપ બંધાતાં નથી. આ
એક ભાઈ કહે કે જે વસ્તુ અમે નથી વાપરતા એ વસ્તુનું પાપ અમને કેવી રીતે લાગે? મેં કહ્યું કે તમે