Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 197
________________ [૧૦] પૂણના પગથારે કેણ? જે સંપત્તિને દાસ બનાવે. જેના દ્વારા સુબુદ્ધિ દ્વારા. પણ જે લક્ષમીદાસ છે એ બુદ્ધિ ગુમાવી દે છે અને જીવનભર લક્ષ્મીને નેકર થઈને માત્ર આરતી જ ઉતાર્યા કરે છે. એની સારી ય જિંદગી સંચયમાં પૂરી થાય છે. તેમ છતાં લક્ષ્મીને જવું હોય ત્યારે એ આરતી ઉતારનારને પૂછતી પણ નથી કે હું જાઉં ? પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે. જેની પાસે સુબુદ્ધિ છે એની સંપત્તિ ધન્ય છે. ધર્મ સંપત્તિને વિરોધી નથી. સંપત્તિ પુણ્યને એક અંકુર જરૂર છે, પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લેકેએ સત્કારી છે પણ સંપત્તિ અલંકૃત કેનાથી બને છે? સુબુદ્ધિથી. સુબુદ્ધિ હોય તે જ સંપત્તિ અલંકૃત બને છે. સંપત્તિથી પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ આવે પણ શાંતિ તે સુબુદ્ધિ હોય તે જ આવે. આપણને એક બહુ મોટું બિરુદ મળેલ છે, “માનવું.” માનવ થવું એ કોઈ સામાન્ય વાત નથી. બધાં જ વિશેષણ એની આગળ વામણાં છે. માનવ બનવા માટે સુબુદ્ધિ અનિવાર્ય છે. આ હોય તે જ વિચાર આવે કે હું કેણ છું અને ક્યાં છું. મિત્ર હોય કે શત્રુ પણ એના માટે માનવના વિચાર તે મંગળમય જ હોય. અમંગળ વિચારે આપણું મંગળ વિચારેને ધૂંધળા કરી નાખે છે. બીજા માટેના અમંગળ વિચારે આપણું જ વિચારેને ધૂંધળા કરે છે. અમંગળ વિચાર ક્યાં આવે છે?

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210