________________
[૧૯૬]
પૂર્ણના પગથારે માણસ પુરુષાર્થ કરે નહિ અને એકલી પ્રાર્થના જ . કરે જાય એથી કંઈ સિદ્ધિ ન મળે. કોઈ ગાંઠ પડી હોય, અને એને એક આંગળીથી ખેલવા જાઓ તે ખૂલે? રેશમની મજબૂત ગાંઠ ખોલવા માટે બે આંગળી જોઈએ જ.
એમ જીવનની ગાંઠેને ઉકેલવા માટે પુરુષાર્થ પણ જોઈએ અને પ્રાર્થના પણ જોઈએ. એકલી પ્રાર્થનાની આંગળી કામ નહિ લાગે. પુરુષાર્થ વિનાની પ્રાર્થના વંધ્ય છે. .
જ્યાં જ્યાં પણ તમે પ્રાર્થનાનું ફળ જોયું હશે ત્યાં ત્યાં એના પહેલાં પુરુષાર્થનું બળ હોવું જ જોઈએ. હા, કેટલાક પ્રસંગમાં જોવા મળે છે કે ખૂબ પુરુષાર્થ કરવા છતાં સફળતા ન મળે ત્યારે પ્રાર્થનાનો આર્તનાદ એમને સહાયક બને છે. પણ એ સહાય મળતાં પહેલાં પુરુષાર્થ તે હવે જ જોઈએ.
આજે જીવનમાં આ બે અંગ સાવ છૂટાં પડી ગયાં છે.
એક વર્ગ એ છે જે પ્રાર્થનામાં માનતા નથી. વીસે કલાક ગદ્ધાવૈતરું કર્યા કરે. એ પુરુષાથી છે.
બીજો વર્ગ એ છે જે મહેનત જરાય ન કરે અને કહે કે, મારી પ્રાર્થના ચાલુ છે ને?
હું તે જોઉં છું કે આ બધા લકવાના દરદીઓ છે. કેકને ડાબે છે તે કેકને જમણે, પણ આ છે લકવે.
જ્યાં સુધી માણસ આ બન્ને અંગે માં-પુરુષાર્થ અને પ્રાર્થનામાં-સમર્થ નહિ બને ત્યાં સુધી એને જીવનમાં સફળતા નહિ જ મળે.
જીવનનું આ એક સૂત્ર છે. જેણે જેણે જીવનમાં સફળતા