Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 206
________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૯] લેકે આ રહસ્યને જોતા નથી. તમે ગમે તે વ્યવસાય કરે; પછી એ પૂજાને હોય કે પટાવાળાને પણ તમારા વ્યવસાયની સાથે તમારી નિષ્ઠા એ બહુ મહત્ત્વની વાત છે. આ વણકરને બંધ કરવા છતાં કબીરને એમ નથી લાગ્યું કે હું વણકર છું એટલે હલકે છું. એ તે તાણું અને વાણની સાથે જીવનને સરખાવતા જ ગયા, વણતા જ ગયા અને ભગવાનનું ભજન કરતા જ ગયા. પિતાના વ્યવસાયને હલકે નહિ ગણતાં વ્યવસાયમાં આવતી વચનાને હલકી ગણે. આ તત્ત્વ ધ્યાનમાં રાખીને માણસ જીવનની ચર્ચા કરે તે એનાં પુરુષાર્થ અને પ્રાર્થના એ બેની અંદર સંવાદિતા આવી જાય. સવારના ઊઠીને પ્રાર્થના કરવાની. કઈ પ્રાર્થના ? પ્રાર્થનામાં એ કે બુદ્ધિ સુબુદ્ધિ બને. જે જે વસ્તુ મારી સામે આવે એના ઉપર હું સુબુદ્ધિને પ્રકાશ ધરું અને સુબુદ્ધિના પ્રકાશમાં જ વસ્તુને ગ્રહણ કરું. પ્રાર્થના એ સવારને નાતે છે, અને રાતના સૂતા પહેલાં લેવા લાયક દૂધને ખ્યાલે છે. ઘણું મેટાં ઘરમાં છોકરાને ઉઠાડીને કહેવાતું હોય છે છે કે, બાબા, દૂધ પી લે બેટા. રાતના દસ વાગ્યા હોય તે પણ સૂવા જતા પહેલાં પૂછેઃ “તે દૂધ પીધું કે?” * પ્રાર્થના આવે જ કેઈક ખ્યાલે છે. માણસ સવારના સુંદર વિચારે અને દઢ સંકલ્પ સાથે ઊઠે અને રાતના

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210