Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 207
________________ [૨૦] પૂર્ણના પગથારે સૂવા જાય ત્યારે આખા દિવસમાં જેને જેને મળે એ બધાની સાથે કેવો વ્યવહાર હતું, જેને માટે ખરાબ બેલ્યો, કેને માટે ભૂંડું છે, તેને માટે અતિશયેક્તિ કરી એની આલેચના કરી, ફરી એવું ન કરવાના વિચાર સાથે પિઢે. આજે સમાજમાં બેટી અફવાઓ, અને નકામી નિંદાએ, ન બનેલી વાતમાં અને બનતા બનાવોમાં સાચીખોટી સંમતિ અને ગંદી વાતે આ બધું કેમ બને છે? કારણકે પ્રાર્થનામાં આલેચનાને અભાવ છે. મને લાગે છે કે લેકે પાસે પ્રાર્થનાના શબ્દ ઘણા છે, ભાવ છેડે છે. શબ્દ વધે અને ભાવ ઘટે તે એમાંથી મળે કાંઈ નહિ. બહુ શબ્દ નહિ, બહુ લાંબાં લાંબા સ્તોત્ર નહિ, ડું, પણ સમજવાનું છે. એક ભાઈ મને કહેતા હતા કે હું સવારના ઊઠીને ગીતાના પાંચ અધ્યાય વાંચી જાઉં છું. મને થયું, “ભલા માણસ, આટલા બધા અધ્યાય વાંચ્યા છતાં શાંતિ નહિ !” એ અધ્યાય વાંચે, યંત્રની જેમ એટલી ઝડપથી એ દે જાય કે અર્થની વિચારણા કરવા તે ઠીક, પણ શ્વાસ લેવા પણ ઊભે ન રહે. - પ્રાર્થના એ માત્ર શબ્દ નથી, ભાવ છે. જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ તેમ તેમ તમારું ચિત્ત એકરૂપ બને છે. હૃદય અને પ્રાર્થના એક બને તે દુનિયામાં એવું શું છે જે ન બને ? જે જે શબ્દ બોલે તેના ઉપર વિચાર કરે, હું જે બેલું છું એ મારા જીવનમાં છે? કંઈ નવું આવે છે ? પછી તમને જ વિચાર આવશેઃ “આ પ્રાર્થના હું કરું છું છતાં મારા જીવનમાં સંવાદ કેમ નથી ? ? ?

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210