________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૯૭] મેળવી છે એમણે બને અંગેને બરાબર વાપર્યા છે. એ વીરે પ્રાર્થના કરતા રહ્યા અને પુરુષાર્થમાં મંડી રહ્યા. એના જ પરિણામે એ ઇચ્છિત સ્થાને પહોંચી ગયા.
હર્બટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે એટલી મહેનત કરી કે ચાર જ દિવસમાં પેલા મેનેજરના મનમાં એ વસી ગયે. એને થાબડીને એણે કહ્યું : “દુનિયામાં એવું કયું સ્થાન છે જે તારા જે તેજસ્વી વિદ્યાથી ન મેળવી શકે?” પણ એને એ વખતે ખબર નહિ કે આ માણસ અમેરિકાને પ્રમુખ થવાને છે. કામ ગમે તે કરે પણ એ કામની અંદર સચ્ચાઈ છે કે નહિ એ જ તારનારી વાત છે.
સચ્ચાઈ એ બહુ મેટી વાત છે. ભગવાનની પૂજા કરતો હોય પણ સચ્ચાઈ ન હોય તે પૂજા જેવું ઉત્તમ કામ પણ નકામું બની જાય છે. દિવાળી કપમાં સાંભળ્યું તે હશે ને? કેટલા સાધુઓ, કેટલા આચાર્યો નરકે જવાના? આંકડાઓ સાંભળતાં પણ થરથરાટ થાય.
- આચાર્યો નરકમાં કેમ જાય એ પ્રશ્ન છે! કારણકે, જે વ્યવસાય એ કરે છે એ વ્યવસાયની સાથે વફાદારી ન હોય તે એ આચાર્યને પણ નરકમાં જવું પડે.
તમે ગમે તે ધંધો કરતા હે, પણ એની સામે તમારી નિ ઠા એ બહુ મોટી વાત છે. ભલે તમે દુકાને બેઠા
હે અને કાપડ ફાડતા હે એમાં પણ તમારી નીતિ હેય ! : “હું પ્રામાણિકતાથી આપીશ, ગ્રાહકની સાથે સારો વ્યવહાર કરીશ.” વ્યાપારીને ધર્મ પ્રામાણિકતા છે.
એક ભરવાડણ બાઈ શેઠને ઘી આપી ગઇ. શેઠે ઘી તે લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી