________________
જીવનને પૂર્ણ કેમ બનાવવું ?
[૧૫] પ્રવૃત્તિ કરતાં કરતાં અહંકારનું વિસર્જન કરવાનું છે એ સતત લક્ષ્યમાં રહેવું જોઈએ. નહિ તે પતન થાય.
મને એક રૂપક યાદ આવે છે. એક શિલ્પી હતે. એને ગર્વ હતું કે મારા જેવાં પૂતળાં કઈ જ ન કરી શકે. પૂતળું એવું સરસ બનાવે કે માણસ અને પૂતળું પાસે પાસે રાખ્યાં હોય તે જેનાર ભૂલી જાય કે આમાં માણસ કેણ
અને પૂતળું કેણ? એવામાં શિલ્પીનું મૃત્યુ નજીક આવ્યું. શિલ્પીને થયું કે મૃત્યુને મારી કલા બતાવવી જોઈએ. એણે બાર પૂતળાં બનાવ્યાં. બારે પિતાનાં જેવાં. આકૃતિ, રંગ, આંખની પાંપણ અને નાક-બધું જ નખશિખ એના જેવું જ. પછી એ બાર પૂતળાંની વચ્ચે પિતે સૂઈ ગયે. ત્યાં મૃત્યુને દૂત આવ્યો. એને થયું કે આ તેર વ્યકિતઓમાંથી કેને ઉઠાડું? જેને સ્પર્શ કરીશ તે મરી જશે, ખેટાને પકડીશ તે યમરાજા ગુસ્સે થશે. દૂત પાછા ગયે. યમરાજાને કહ્યું કે કયા શિપીને લાવું ? ત્યાં એક નહિ પણ એક સરખા તેર શિલ્પી છે. પછી મૃત્યુદેવ આવ્યા. જોયું તે વાત સાચી હતી, ઓળખી જ ન શકાય. શિલ્પીએ પ્રાણાયામથી શરીરને પૂતળાં જેવું સ્થિર બનાવ્યું હતું, એટલે કંઈ ખબર જ ન પડે. • મૃત્યુદેવ મનુષ્યની નિર્બળતા જાણતા હતા. મનુષ્યની નિર્બળતા એ જ તે મૃત્યુ છે. પૂતળાથી માણસને જ કેમ પાડે ? એ માટે મૂંઝાયેલા મૃત્યુદેવે માણસની આ નિર્બળતાનું શરણ લીધું. એણે કહ્યું : “સરસ ! ખૂબ સરસ કર્યું છે ! માનવજાતના ઇતિહાસમાં આ શિલ્પી આજ સુધી કઈ પાક્યો નથી. શું અદ્દભુત કામ છે ! પણ નાની શી ભૂલ રહી ગઈ છે !” આ સાંભળતાં તરત શિલ્પી ઊભે જ