________________
જીવનનું દર્શન
[૧૧૮] જરા ભાન આવ્યું અગર તે એમ કહે કે છેડે વિચાર આ રે, આ કિનાર તે નજીક આવે છે. જે હું નહિ ઊડું આ મડદા ભેગી પાણીમાં હું પણ સપડાઈ મરી જવાની. એણે પિતાની પાંખે તૈયાર કરી અને આસપાસ જોયું. હજુ કિનાર દૂર છે. હમણાં હું ઊડી જાઉં છું.
પણ ઊડવાની ભાવના કરતાં ખાવાની લાલસા બહુ જબરી હતી. સ્વતંત્રતાના આનંદ કરતાં વસ્તુઓની મમતા બહુ તીવ્ર હોય છે.
- સમડી સમજે છે કે ઊડ્યા વિના છૂટકે નથી. જે નહિ ઊડું તે મડદાની ભેગી હું હમણાં જ પછડાઈ જવાની. જ્યાં પાણીની કણ થઈ જાય અને ધુમાડાની જેમ થઈને ઊડે ત્યાં આ સમડીનું શું ગજું કે જીવી શકે? પણ પેલું આકર્ષણ, કયું આકર્ષણ? પેલું માંસ ખાવાનું આકર્ષણ, મમતાનું આકર્ષણ, એ એટલું તીવ્ર હતું, એવું આસક્તિવાળું હતું કે એને સત્ય સ્પષ્ટ દેખાતું નહોતું. જરાક ખાઈ લઉં એમ વિચારી ફરીથી એમાં મેઢું નાખ્યું ત્યાં કિનાર આવી ગઈ. અને પાણીને પ્રવાહ, પિલું મડદું, સમડી સૌના ચૂરેચૂરા !
પિલા ત્રણે મિત્રએ દૂરબીનથી આ દશ્ય જોયું. આ દશ્યની છાપ એમના ચિત્ત પર એટલી ઊંડી પડી કે એકે . તે પોતાની આત્મકથામાં આ પ્રસંગે લખે.
માણસને સ્વતંત્રતા કરતાં મમતાનું આકર્ષણ કેવું તીવ્ર હોય છે અને તે કે શ્રમ ખડે કરે છે !
માણસ પણ એ જ છે. કાળરૂપી પ્રવાહ ઉપર આ દેહરૂપી મડદામાં સમડી જે સ્વતંત્ર આત્મા બેઠે છે.