________________
આપણું સંસ્કાર ધન
[૧૬] માનવ જીવનના ચાર તબક્કાઓની ચાર વાતે આમાં મૂકી છે. પહેલું શૈશવ, બીજું યૌવન, ત્રીજું પ્રૌઢત્વ અને એથું મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગેને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયે આપણને બતાવ્યા છે. - “રાવે પૂસ્તવિદ્યાનામું”
શૈશવ શેનાથી અલંકૃત અને ચિરંજીવ બને? તે કહે, - શૈશવ વિદ્યાથી ભર્યું હોવું જોઈએ.
જેમ કેઈ પાત્ર અમૃતથી ભરેલું હોય તે પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હોય તો? ખાલી. પાત્ર ગમે એટલું સુંદર હોય પણ એનાથી આપણું તૃષા છીપતી નથી. પાત્ર પ્લેટિનમનું હોય તે પણ શું? પ્યાસ તે એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે.
એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલું હોય તે જ એ જીવનની પ્યાસને મિટાવે છે. - શેશવ એ વિદ્યાને માટે જ કહેવું જોઈએ. મુરબ્બીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકના વિદ્યાભ્યાસના સુવર્ણકાળમાં એમના તરફથી જાણતા કે અજાણતાં એમાં કઈ પિત્તળ ન મળી જાય કે એમનું સુવર્ણ, જીવનના ખરા સમયમાં ખોટ પડી જાય! આ વાત રાજદ્વારી માણસે, નેતાઓ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તે બાળકના જીવનમાં સદા વિદ્યાને જ પ્રકાશ રહે અને એનું શૈશવ સુંદર અને સંસ્કૃત બની જાય. તે પણ આજે વિદ્યાને અને વિદ્યાથીઓને ઉપયોગ ઘણાખરા પિતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. રાજદ્વારી માણસો