________________
આપણું સંસ્કાર ધન
[૧૩] ભૂતમાં પિતાના જેવા જ ચૈતન્યનું દર્શન. આ સમાનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા.
- આવો વિદ્યવાન પુરુષ મનમાં વિચારે છે ત્યારે એ વિચારેની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્ત્વ હોય છે, એના આચારમાં કમળતા ને સંવેદના હોય છે, એના આચરણમાં સૌનાં સુખ અને શાતિને પરિમલ હોય છે. એનું દર્શન આત્મસ્પશી હોવાથી સમાજને માટે એક આશીર્વાદરૂપ બની જાય છે.
શીવને પુણ્યાર્થીના જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એ શૈશવમાંથી નીકળીને તમે યૌવનમાં આવે છે. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને કાંઈક કરી જવાની મનમાં સ્વપ્ન સૃષ્ટિ છે. યૌવનમાં જે સ્વપ્ન અને સર્જનાત્મક શકિતના વિચારે ન હોય તે એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે.
મારે આ સંસારના બગીચામાં એકાદ રેપ પીને જવું છે, અને તે સંસારને બગીચે સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કરું પણ એકે પાને ઊખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવામાં નિમિત્ત તે ન જ બનું.
એક રાજમાર્ગની બાજુમાં એક એક્યાસી વર્ષને વૃદ્ધ ખાડે છેદીને નાનકડે છેડ રેપી રહ્યો છે. એટલામાં બે યુવાને ઠેકડી કરતાં પૂછવા લાગ્યા : “દાદા, શું કરે છે?”
આંબાનું ઝાડ વાવું છું.” “હૈ! આ ઉમ્મરે આબેનું ઝાડ વાવો છો? એકયાસી વર્ષે ઝાડ વાવે છે ? આ આ 'ઊગશે ક્યારે? એને કેરીઓ આવશે ક્યારે? અને દાદા - તમે ખાશે કયારે? ઘડપણમાં તૃષ્ણ અને મેહ જાગ્યાં છે!”