Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 184
________________ આપણું સંસ્કાર ધન [૧] અનુભૂતિ થાય. આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થા આવે છે. જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમતત્ત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિને અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી, અનુભવવાનું જ રહે છે. ઘણું લેકે કહેતા ફરતા હોય છે “હું આ છું” જ્યાં આમ કહીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌન છે. ત્યાં બોલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરે છે ત્યારે ગુંજન બંધ જ હોય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતે બંધ થઈ જાય છે. ત્યાં માત્ર અનુભવની જ અનુભૂતિ હોય છે. આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી પર્શતી નથી; એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. . આ અનુભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી જેમ પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ standardમાં આગળ વધતું જાય છે. એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં,

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210