Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 189
________________ પ્રાર્થના અને પુરુષાર્થ” આ વાત સદા સ્મૃતિમાં રહે કે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, અને પાપને ઉદય એટલે ગરીબી નહિ, પણ દુબુદ્ધિ માણસે પુણ્યના ઉદયને જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે. જેની પાસે કેટલી સંપત્તિ છે એને એ હિસાબ કાઢે છે, અને જેની પાસે વધારે સંપત્તિ હોય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. પણ સદ્દબુદ્ધિ હાય અને સંપત્તિ ન હોય તે લેકે એમ કહે કે ભણેલે ખરે, મગજ સારું પણ સાવ કડકે છે, તકદીર નથી, ખાલી છે. આમ એને પુણ્યશાળી ગણવામાં નથી આવતું. જેટલા જેટલા તમને સંપત્તિવાન પુરુષે દેખાશે એ બધા જ તમને ભાગ્યવાન અને પુણ્યવાન લાગશે. અલબત્ત, પૈસે પુણ્યથી મળે છે પણ પૈસે એ જ પુણ્ય છે એમ નથી. બે વચ્ચે અંતર છે. પૈસો મળે છે એ પુણ્યથી મળે છે એ સાચું પણ પૈસામાં જ બધું પુણ્ય આવી ગયું એવું નથી. એ પૈસે કેટલીકવાર તે કલ્પના પણ ન કરી શકે એવાં પાપને લઈ આવે છે. પૈસે ન કરવાના કજિયા તમારી પાસે કરાવી શકે છે, પૈસે આત્માની નમ્રતાના રાજમાર્ગને બદલે ભયંકર એવા અહંકારના ડુંગરાઓમાં અટવાવી શકે છે, અને પૈસે તમને [૧૮]

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210